CBI ટીમના દરોડા સંબંધિત અપડેટ્સ
CBIની ટીમે એક્સાઈઝના ડેપ્યુટી કમિશનર આનંદ તિવારી, તત્કાલીન એક્સાઈઝ કમિશનર અરવા ગોપી કૃષ્ણા, કુલજીત સિંહ, સુભાષ રંજનનાં ઘરે પણ દરોડા પાડ્યા છે.
CBIની ટીમ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરી છે.
CBIએ લાકર પોલીસી કૌભાંડના આરોપ બાબતે FIR નોંધી છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, સિસોદિયા ઉપરાંત, તેમાં 4 વધુ લોકોના નામ છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે સીએમ કેજરીવાલની AAP સરકાર ખુલ્લી પડી ગઈ છે. ભ્રષ્ટ વ્યક્તિ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાના અનેક પ્રયત્ન કરે, તે ભ્રષ્ટ જ રહેશે. દિલ્હીમાં દારૂની દુકાનોમાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે.
AAPએ કહ્યું- મોદીજી કેજરીવાલને રોકી શકશે નહીં
CBIના દરોડા દરમિયાન AAPએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સંજય સિંહે કહ્યું કે અરવિંદ કેજરીવાલ 3 વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા.જ્યારે તેઓ પંજાબ ગયા ત્યારે ત્યાં પ્રચંડ બહુમતી સાથે AAPની સરકાર બની હતી. કેજરીવાલનું શિક્ષણ અને સ્વાસ્થ્યનું મોડલ દેશભરમાં પહોંચી રહ્યું છે. દેશમાં કેજરીવાલના નામ પર લોકો જોડાઈ રહ્યા છે, લોકપ્રિયતા વધી રહી છે. તેમણે 2 દિવસ પહેલા ભારતને વિશ્વમાં નંબર વન બનાવવાનું અભિયાન શરૂ કર્યું, દેશના દરેક ભાગમાંથી લોકો જોડાઈ રહ્યા છે.
નરેન્દ્ર મોદીજીના ગુજરાતમાંથી પણ સમર્થન મળી રહ્યું છે. કેજરીવાલ ચૂંટણી જીતી રહ્યા છે, લોકપ્રિયતા વધી રહી છે. આનું કારણ આરોગ્ય અને શિક્ષણનું મોડેલ. આ કારણે નરેન્દ્ર મોદીજીને ઊંઘ નથી આવતી. એક જ ચિંતા છે કે કેજરીવાલ કેવી રીતે રોકીએ. શિક્ષણ અને આરોગ્યનું મોડલને અટકાવવું પડશે.
મોદીજીને કહેવા માંગું છું કે ન તો કેજરીવાલ અટકાશે અને ન તો શિક્ષણ-સ્વાસ્થ્યનું મોડલ. મોહલ્લા ક્લિનિકનું મોડેલ જેને આખી દુનિયાએ જોયુ, તમે તે આરોગ્ય મંત્રીને જેલમાં ધકેલી દીધા. હવે શિક્ષણ મંત્રીને જેલમાં ધકેલી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. શિક્ષણ અને આરોગ્ય એવા બે ક્ષેત્રો છે જેમાં દિલ્હી મોડલ દેશભરમાં લોકપ્રિય થઈ રહ્યું છે.
અમેરિકાનું જે અખબાર મોદી સરકાર વિશે છાપે છે કે કોરોના સમયગાળા દરમિયાન લાખો લોકોના જીવ ગયા. એ જ ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારે મનીષે સિસોદિયાના ફોટો સાથે દિલ્હીના એજ્યુકેશન મોડલ, શિક્ષા ક્રાંતિ વિશે પ્રકાશિત કર્યું હતુ.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે સ્વાગત છે. તેમણે કહ્યું કે જે લોકો સારું કામ કરે છે તેમને હેરાન કરવામાં આવે છે. અમે અત્યંત પ્રમાણિક છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર કરીશું. નોંધનીય છે કે ગયા મહિને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દિલ્હીમાં નવી એક્સાઇઝ પોલિસીની CBI તપાસની ભલામણ કરી હતી. તેના પછી જ આ કાર્યવાહી થઈ રહી છે.


.png)