આદિવાસી દિવસ : આજે તાપી,સુરત,ડાંગ અને રાજયભરમાં આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરાશે

0
સુરત જિલ્લામાં ઉમરપાડા અને માંડવી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ટ્રાયબલ સબ પ્લાનના સંયુક્ત ઉપક્રમે તા.9/8/2022ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. માંડવી ખાતે સવારે 10.00 વાગે નગરપાલિકા રિવર ફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં યોજાશે.




જ્યારે ઉમરપાડા ખાતે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે સવારે 10.00 વાગે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ગણપતિસિંહ વસાવા, જીલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન રાજેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબહેન ગામીત, માંગરોળ પ્રમુખ તાલુકા પંચાયત ઉમરપાડા શારદાબેન ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

વ્યારા, રૂમકી તળાવ અને બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણી
તાપી જિલ્લામાં 170 મહુવા વિધાનસભા સીટ ઉપર વાલોડના બુહારી ખાતે મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સવારે 10:00 કલાકે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થશે. આ સાથે 171 વ્યારા સીટ ઉપર વ્યારાના શ્યામા પ્રસાદ હોલ ખાતે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને 172 નિઝર સીટ ઉપર રૂમકીતલાવ ગામે સામાજીક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવામાં આવશે.જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે.



વિશ્વ આદિવાસી દિવસ વિથ સેલ્ફી:  તમારી સેલ્ફી Instagram પર  મોકલાવો  


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top