સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રી ગણેશ કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલનું ગોડાઉન હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવામાં પણ ભારે મુશ્કેલી ફાયર વિભાગને થઈ હતી. જોકે આખરે અલગ અલગ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચતા આગ ઉપર કાબૂ મેળવી કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી
ઉધના વિસ્તારમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં સ્ટાર્ચ, એસિડ સહિત સોલ્ટનનો જથ્થો હતો. કેમિકલ ખૂબ જ જ્વલંતશીલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપમાં પ્રસરી હતી. હાઈડ્રો કેમિકલના ડ્રમમાં આગ લાગતા ડ્રમ ધડાકાભેર ફાટ્યા હતા. જેને કારણે થોડા સમય માટે તો ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ઓક્સિજન સપોર્ટ લઈ ફાયરે કામગીરી કરી
ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ માન દરવાજા સહિતની અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ મિલમાં કામ કરતા કામદારો મિલ બહાર નાસી આવ્યા હતા. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવાનું જાણવા મળ્યું નથી. કેમિકલ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે સ્મોકનું પ્રમાણ વધુ હતું. ઓક્સિજનની મદદથી ફાયર જવાનો અંદર જઈને આગ ઉપર મહદઅંશે આગ ઉપર કાબૂ મેળવાયો છે. કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.


.png)