ખાનગી સ્કૂલોમાં ફી વધારો નહીં કરવા દઇએ, સરકારી હોસ્પિટલને અમે AC ખાનગી હોસ્પિટલ જેવી બનાવીશુંઃ સિસોદિયા

0
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે.કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે. ભાજપના નેતાઓ કોઈનું સાંભળતા નથી.અમે આમ આદમી પાર્ટીનું પોઝિટિવ કેમ્પઈન ચલાવીએ છીએ.ગુજરાતમાં અમે શિક્ષણ અને આરોગ્યની ગેરેન્ટી આપવા આવ્યા છીએ. ન્યુયોર્કના છાપામાં મનીષ સિસોદિયાનો છપાયો છે. તેઓ શ્રેષ્ઠ શિક્ષણમંત્રી છે.




અમે ગામડાં અને શહેરની સ્કૂલોને શ્રેષ્ઠ બનાવીશું
મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્લીમાં શિક્ષણ ક્રાંતિ શરૂ થઈ છે.દિલ્લીમાં દરેક બાળકને ફ્રી શિક્ષણ મળે છે. દરેક માતા પિતા સંતોષ માને છે. પંજાબમાં પણ આ શરૂઆત થઈ ગઈ છે. અમે પંજાબમાં સારી સ્કૂલો શરૂ કરી રહ્યા છીએ. ગુજરાતમાં પણ સારા શિક્ષણની જરૂર છે. આજે અમે ગુજરાતના લોકોને કહીએ છીએ કે ગુજરાતના દરેક બાળક માટે ખૂબ જ સારી શિક્ષણ વ્યવસ્થા લાવીશું. અમે ગામડા અને શહેરની સ્કૂલોને શ્રેષ્ઠ બનાવીશું. અમે ગેરેન્ટી આપીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનશે તો ફ્રી અને શાનદાર શિક્ષણ મળશે. શિક્ષકોની ભરતી કરીશું. ક્યાંય શિક્ષકો ઓછા નહી પડે. ખાનગી સ્કૂલોમાં જે બાળકો ભણે છે. તેમની ફી વધારો નહિ કરવા દઈએ.

દરેક ગામમાં અને વોર્ડમાં મોહલ્લા ક્લિનિક ખોલીશુ
ગુજરાતમાં 1 કરોડ બાળકો સ્કૂલો જાય છે.53 લાખ બાળકો સરકારીમાં જાય છે.બાકીના પ્રાઇવેટમાં જાય છે. સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે.ગુજરાતના 1 કરોડના બાળકોનું ભવિષ્ય સુધરશે. કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં સરકારી ડિસ્પેન્સરી ખરાબ છે. ખાનગી હોસ્પિટલમાં એક બીમારીની સારવાર માટે જમીનો પણ વેચવી પડે એમ છે. દિલ્લીમાં સરકારી હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક સારા બનાવ્યા છે. અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં દરેક વ્યક્તિને મફતમાં સારવાર મળશે અને સારી મળશે. દવાઓ, ઓપરેશન વગેરે મફતમાં થશે. કોઈની પાસે BPL કાર્ડની માંગણી નહીં કરાય.દરેક ગામમાં અને વોર્ડમાં મોહલ્લા ક્લિનિક ખોલીશુ.

સરકારી હોસ્પિટલને અમે AC ખાનગી હોસ્પિટલ જેવી બનાવીશું
દરેક સરકારી હોસ્પિટલને અમે AC ખાનગી હોસ્પિટલ જેવી બનાવીશું.કોઈનો અકસ્માત થાય તો તેનો મફતમાં સારવાર કરીશું. સારામાં સારી ખાનગી હોસ્પિટલમાં પણ મફતમાં સારવાર કરાવીશું. એક મહિના પહેલા આવ્યો હતો ત્યારે પૂર્વ સૈનિકોની માગ હતી કે જે શહીદ થાય તેને યોગ્ય વળતર નથી મળતું. દિલ્લીમાં એક કરોડ આપીએ છીએ.ગુજરાત સરકારે જે આજે જાહેરાત કરી એ માટે તેમનો આભાર છે. ગુજરાતમાં માત્ર સૈનિક નહિ પોલીસ માટે પણ કરો.ગુજરાતમાં ત્રણ મહિના પછી ચૂંટણી છે એટલે આ જાહેરાત કરી છે. જે શહીદ થયા છે તેને 10 દિવસમાં 1 કરોડ આપો.ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓના પગાર ઓછા છે.અમે એલાન કરીએ છીએ કે અમારી સરકાર બનશે તો તેમની તમામ માંગો પુરી કરીશું. દરેક ડ્રાઇવર અને કંડકટરને કહો આમ આદમી પાર્ટીનો પ્રચાર કરે.

મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા
આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને વધુ એક ગેરેન્ટી આપવામાં આવશે. લોકો સાથે સંવાદ બાદ તેઓ મોડી સાંજે અમદાવાદ હોટલ પર પરત ફરશે. બીજા દિવસે 23 ઓગસ્ટે તેઓ ભાવનગર જવા રવાના થશે. જ્યા તેઓ યુવા અને શિક્ષા બાબતે લોકો સાથે સંવાદ કરશે. ભાવનગર ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ અમદાવાદ પરત ફરશે અને બાદમાં દિલ્લી પરત ફરશે.તાજેતરમાં જ શરાબ આબકારી નીતિ મામલે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top