કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી

News 16
0
આજે કડીમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા. રેલી દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા. એમાં તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કરણપુર શાકમાર્કેટ પાસે ઘટી હતી.



નીતિન પટેલે તિરંગા યાત્રાને ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કડી શહેરમાં આવેલ કમર સર્કલેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નીકળી હતી. ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ તથા આગેવાનો દ્વારા તિરંગા યાત્રાને ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કડી નગરપાલિકાના સામે આવેલ કમળ સર્કલ થી શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. તિરંગાયાત્રાનું પ્રસ્થાન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.




કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયા હતાં

તિરંગા યાત્રા કડીના ભાઉપુરા, ગાંધી ચોક, ટાવર, મંત્રી રોડ,શાકમાર્કેટ, કોઠારીવાસ,થઈને કરણપુર વડ પાસે પહોંચતાં અચાનક જ ગાયોનું ટોળું તિરંગા યાત્રા માં સામેની સાઈડેથી દોડી આવ્યું હતું અને તિરંગા યાત્રામાં હાજર ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને શાળાની વિદ્યાર્થિનીઓને હડફેટે લીધા હતા. આ ઘટનામાં દોડાદોડી મચી જવા પામી હતી પ્રાઈવેટ સાધન મારફતે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરોએ તેમની ટ્રીટમેન્ટ હાથ રી હતી ગુજરાત રાજ્ય ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ગાયે અડફેટે લેતાં ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. થોડાક કલાકો બાદ સ્થાનિક તબીબો દ્વારા નીતિનભાઈને આરામ કરવાનું કહીને રજા આપવામાં આવી હતી અને નીતિનભાઈ નિવાસ સ્થાને નીકળી ગયાં હતાં. કડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નીકળેલી ત્રિરંગાયાત્રામાં કડી શહેરના આગેવાનો વિદ્યાર્થીઓ નગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top