આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે 73મા વન મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. 73મા જિલ્લા વન મહોત્સવ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે જણાવ્યું હતું કે, જંગલ છે તો ડાંગ જિલ્લાની કિંમત થાય છે. આ વનના કારણે જ ડાંગ સુશોભીત છે. ડાંગ જિલ્લામા જંગલ, નદી, નાળા હોવાથી અહીં પ્રકૃતિને માણવા માટે મોટી સંખ્યામા પ્રવાસીઓ આવે છે. વૃક્ષો ઓક્સિજન અને પ્રાણવાયુ છોડવાનુ કામ કરે છે, વૃક્ષોનુ મહત્વ કેટલુ છે જે આપણને કોરોના સમયે જોયુ છે, આવનારા દિવસોમા સુખ ભોગવવુ હોય તો વૃક્ષોનુ જતન કરવું જોઈએ. જેના કારણે આપણે આવનાર દિવસોમાં બચી શકીશુ. વન ને સાચવવાની જવાબદારી આપણી છે. પ્રજાએ તંત્રની સાથે રહી વન જતન કરવુ જોઈએ.
100 ગામોમાં ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાશે
ડાંગ જિલ્લામાં 2880 હેક્ટર વન વિસ્તારમા કુલ 29.14 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વન મહોત્સવ યોજના હેઠળ ડાંગ દ્વારા 7.00 લાખ રોપાઓનુ વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી કુલ 3.31 લાખ રોપાઓનું વિતરણ કરી દેવામાં આવ્યું છે અને બાકીના રોપાઓનું વિતરણ કરવાની કામગીરી પણ હાલ પ્રગતિમાં છે. જે આવતા અઠવાડિયામા સંઘન વૃક્ષારોપણ અંતર્ગત પૂર્ણ કરવામા આવશે. વધુમા ડાંગ જિલ્લામા 'ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત' હેઠળ કુલ 100 ગામોમા ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની પણ ઉજવણી કરવાની છે.
કુલ 46.21 રૂપિયાનો લાભ આપવામાં આવશે
વન મહોત્સવના ભાગરૂપે ખેડૂત ભાઈઓને વિનામૂલ્યે કાલીબેલ રેંજના વાડી યોજના હેઠળ જેએફએમસી મંડળીના વન વિસ્તારના ગામોમા 100 લાભાર્થીઓને 1500 આંબાકલમ અને 500 કાજુ રોપાઓનું વિતરણ કરવામા આવેલું છે. માલકી યોજના અંતર્ગત વન વિભાગ, ડાંગ દ્વારા મુખ્ય સ્ટેજ પર રકમ રૂપિયા 32 લાખ 30 હજાર 835 તથા વન મહોત્સવ કાર્યક્રમ બાદ રકમ પેટા સ્ટેજ પર 13 લાખ 90 હજાર 764 આમ, કુલ રકમ 46 લાખ 21 હજાર 699નો લાભ આપવામાં આવશે.




.png)