જિલ્લામાં સરકારી પગાર લેતાં 49 શિક્ષકો ખાનગી ટ્યૂશન ચલાવે છે

News 16
0
મહેસાણા સહિત જિલ્લામાં અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતાં સરકારી પગાર લેતાં શિક્ષકો પૈકી ઘણા શિક્ષકો પ્રતિબંધ છતાં ખાનગી કોચિંગ ચલાવી રહ્યા છે. કેટલાક ઘરના ઠેકાણે, કેટલાક કોમ્પલેક્ષોમાં તો કેટલાક સ્કૂલ સમય પહેલાં કે પછી શાળામાં જ ટ્યૂશન કરતાં હોઇ આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવી નક્કર પગલાં લેવા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરાઇ છે. વિવિધ શાળાઓના 49 ટ્યૂશનિયા શિક્ષકોની યાદી સાથે રજૂઆત કરતાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસીએશન દ્વારા આ બાબતે કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.




મહેસાણા ફેડરેશન ઓફ એકેમેડિક એસોસીએશનના બી.કે. પંચાલે કહ્યું કે, મહેસાણા શહેરના ખાનગી ક્લાસિસો તરફથી મહેસાણામાં જે શાળાઓના શિક્ષકો ટ્યૂશન કરી રહ્યા છે તેની યાદી ગાંધીનગર રાજ્ય કક્ષાના ફેડરેશનમાં મોકલાઇ હતી. ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લામાં સરકારી, અનુદાનિત સહિત શાળાઓના શિક્ષકો દ્વારા કરાતાં ખાનગી કોચિંગ ક્લાસ અંગે યાદી સાથે ડીઓ કચેરીઓમાં રજૂઆત કરાઇ છે. યાદીમાં મહેસાણા અને તાલુકો, વડનગર અને આસપાસના ટ્યૂશન કરતાં શિક્ષકોનો સમાવેશ છે. જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે. મોઢે કહ્યું કે, ફેડરેશનથી મળેલી રજૂઆત ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top