મોરંબામાં દર ચોમાસે ધોવાતા માર્ગની મરામત સ્થાનિકો સ્વખર્ચે કરે છે

News 16
0
તાપીના કુકરમુંડા તાલુકામાં સમાવેશ મોરંબા ગામના ત્રણ રસ્તા પાસેથી આશ્રમ ફળિયા તરફ જતા રસ્તાનું ભારે વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતા આશ્રમ ફળિયા વસવાટ કરતા લોકો તેમજ આ રસ્તા ઉપર પસાર થતાં લોકોઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી ગામના જ જાગૃત નાગરિક દ્વારા રસ્તા ઉપર માટી મુરમનું પુરાણ કરીને રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે. અને પ્રશ્નનું જાતે જ નિરાકરણ લાવવાનો પ્રયાસ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.



સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોરંબા ગામના આશ્રમ ફળિયા તરફ જતા રસ્તા પર નાળું આવેલ છે.જે નાળામાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદી પાણીનું વહેણ આવતા રસ્તાનું ધોવાણ થતું હોય છે.જેથી દર વર્ષે આ રસ્તા પરથી ફળિયાના લોકો અને રસ્તા ઉપર પસાર થતા લોકોઓ કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કેટલાક વર્ષોથી મોરંબા ગામના આશ્રમ ફળિયાના જાગૃત નાગરિક દ્વારા આ રસ્તાનું ધોવાણ થયેલ જગ્યા ઉપર સ્વખર્ચે માટી મુરમનું પુરાણ કરી રસ્તાનું મરામત કરતા હોય છે.મોરંબા ગામની વચ્ચેથી પસાર થતું નાળુ મહારાષ્ટ્ર રાજયના સાતપૂળા ગીરીમાળા માંથી નીકળીને કુકરમુંડા તાલુકાના સીમા વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં સમાવેશ થાય છે.જે નાળામાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે નાળામાં ભારે વરસાદી પાણીનું વહેણ આવતું હોય છે.

નાળામાં વરસાદી પાણીના વહેણ આવી જતા મોરંબા ગામના આશ્રમ ફળિયાને જોડતો રસ્તાનું ધોવાણ થતું હોય છે. ઉલ્લેખનિય એ છે કે મોરંબા ગામના આશ્રમ ફળિયામાં સસ્તા અનાજની દુકાન આવેલ છે.જે સસ્તા અનાજના દુકાનમાં અનેક ગામોના રેશનકાર્ડ ધારોકો અનાજ લેવા આવતા હોય છે. પરંતુ દર વર્ષે ચોમાસાની ઋતુમાં આશ્રમ ફળિયા તરફ જતા આ રસ્તાનું ધોવાણ થતા રેશનકાર્ડ ધારોકોને રસ્તા પરથી તેમજ આ રસ્તા પરથી નાના મોટા વાહનો ચાલોકોને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલી પડતી હોય છે કેટલાક વર્ષોથી આ રસ્તો ચોમાસાની ઋતુમાં ધોવાણ થાય છે.જે રસ્તા પર થી પસાર થતા વાહન ચાલોકો અને લોકોને મુશ્કેલી ના પડે તે માટે દર વર્ષે મોરંબા ગામના જાગૃતિ નાગરિક દ્વારા ધોવાણ થયેલ આ રસ્તાનું સ્વખર્ચે માટી મુરમ નાખીને સમારકામ કરાવે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top