કપરાડાના ઘોટવળ પ્રા. શાળાનો ઓરડો ભારે વરસાદ સાથે પવનને લઇ અચાનક તૂટી પડ્યો

News 16
0
કપરાડા તાલુકામાં વિકાસની ખુબજ મોટી વાત થાય છે પરંતુ અહીં ભણતા બાળકો સલામત નથી. પ્રવેશોત્સવ મનાવવામાં આવે છે પણ જર્જરીત શાળાની દુર્દશા તંત્ર ને કે નેતાઓ ને દેખાતી નથી. કેટલીક શાળા ખંડેર અવસ્થામાં પડી છે ત્યાં નવા ઓરડાની મંજરી માટે માંગણી પણ કરી છે છતાં નિષ્ઠુ અને બહેરુ તંત્ર ને બાળકોના માથે તોળાતું જોખમ દેખાતું નથી. ગુરૂવારે ઘોટવળની વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત જર્જરીત પ્રા. શાળામાં વચ્ચમાંનો ઓરડો અચાનક તૂટી પડતા બંને બાજુ ઓરડાની દીવાલ હાલી નીકળી હતી.




આ શાળામાં એક થી 7 ધોરણના કુલ 110 વિધાર્થી રક્ષાબંધન નિમિતે રજા હતી એટલે ફૂલ જેવા માસુમ વિધાર્થીઓ મોતના મો માંથી બચી ગયા. આ ઘટનાને લઈ વાલીઓ ખુબજ દુઃખી છે. અત્યારે બાળકો ને મંદિરમાં અથવા કોઈના ઘરે બેસાડવાની નોબત આવી છે. શાળાનું આખુ મકાન હાલતું હોવાથી પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ છે.

નવા મકાનની માંગણી કરાઇ છે
શાળા ઘણા વર્ષથી જર્જરિત હાલતમાં છે. વલસાડ સર્વશિક્ષાઅભિયાન ખાતે નવા ઓરડા મંજુર કરાવવા માટે ક્યાંરની ફાઈલ ધૂળ ખાઈ રહી છે .આતો સારું કે રક્ષાબંધનની રજામાં ઓરડો તૂટી પડવાની ઘટના બની. કોઈ જાનહાનિ થઈ નથી. બાકી કોઈનો જીવ જોખમમાં મુકાયો હોત. હાલ બાળકોને ધનગરા તુલસીભાઈ શૈલેષભાઈના નવા મકાનની માંગણી કરી તેમાં કામ ચલાવ બેસાડી ને ભણવા માટે અમે મજબૂર બન્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top