ભારે ડિમાન્ડ વચ્ચે પાલિકા-પોસ્ટ ઓફિસ પાસે તિરંગા ખૂટી પડ્યા, દેશભરનાં રાજ્યોમાંથી ઓર્ડરની ભરમાર

News 16
0
સુરતના અલગ અલગ ટેક્સટાઈલ ઉદ્યૌગકારો દ્વારા 10 કરોડથી વધારે તિરંગા બનાવાવમાં આવ્યા છે. ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા 10મી ઓગસ્ટ સુધીમાં તિરંગા બનાવીને મોકલવા માટેની કટ ઓફ ડેટ આપી હતી. સુરતના ઉદ્યોગાકારો દ્વારા તિરંગા બનાવીને ઓર્ડર પુરા કરવામાં આવ્યા છે. પરંતુ હજી તિરંગાની ખુબ જ મોટી ડિમાન્ડ છે. સુરત મહાનગર પાલિકા અને પોસ્ટ ઓફિસ દ્વારા તિરંગાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેમની પાસે પણ તિરંગા ખુટી પડ્યા હતાં.




લોકલ માર્કેટના વેપારીઓ દ્વારા આપવામાં આવેલા ઓર્ડર 12મી ઓગસ્ટ સુધીમાં વેપારીઓ દ્વારા પુરા કરીને પ્રોડક્શન બંધ કરવામાં આવ્યું હતું. તેમ છતાં હજી સુરતના વેપારીઓને તિરંગા બનાવવા માટેના દેશના અલગ અલગ રાજ્યોામાંથી 10 હજારથી માંડીને લાખ તિરંગા સુધીના ઓર્ડર આવી રહ્યા છે. પંરતુ પ્રિન્ટિંગથી માંડીને સ્ટિચિંગ સુધીના કામમાં પહોંચી વળાય તેમ ન હોવાથી સુરતના વેપારીઓએ ઓર્ડર માટેની ના પાડવી પડી રહી છે.

1-1 કિમી લાંબા 10 તિરંગા - મંુબઈની યાત્રા માટે 1.25 કિમીનો તિરંગો બનાવાયો
સુરતમાં ઘરે, ઓફિસમાં ફરકાવવા માટે અલગ અલગ સાઈઝના તિરંગા બનાવાયા છે. આ ઉપરાંત મોટી સાઈઝના તિરંગા બનાવવાના ઓર્ડર પણ ઉદ્યોગકારોને મળ્યા છે. જેમાં 1-1 કિલોમીટરની લંબાઈના 10થી વધારે તિરંગા બનાવીને દેશભરમાં મોકલવામાં આવ્યા છે. 13મી ઓગસ્ટના રોજ મુંબઈમાં તિરંગા યાત્રા છે, જેના માટે સવા કિલોમીટરનો તિરંગો સુરતમાં બનાવવામાં આવ્યો છે.

હજુ ઓર્ડર આવે છે, પણ મજબૂરીમાં ના પાડવી પડે છે
12મીએ રાત્રે તિરંગાનું મેન્યુફેક્ચરિંગ બંધ કરાયું છે. કારણ કે હવે પ્રિન્ટિંગથી લઈને સ્ટીચિંગ સુધીનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવું શક્ય નથી. એટલા માટે પ્રોડક્શન બંધ કર્યુ છે, પરંતુ હજી સમગ્ર દેશમાંથી તિરંગા માટેના ઓર્ડર આવી રહ્યા છે, જેમને મજબૂરીમાં ના પાડવી પડી રહી છે. > સંજય સરાઉગી, ચેરમેન, લક્ષ્મીપતિ ગ્રુપ

હવે પહોંચી વળાય તેમ નથી એટલે ઓર્ડર બંધ કરાયા
હવે પ્રોડક્શનમાં પહોંચી વળાય તેમ નથી. એટલા માટે હવે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા ઓર્ડર લેવામાં આવી રહ્યા નથી. પરંતુ ભારતના અલગ અલગ શહેરોમાંથી લોકોના તિરંગા માટેના ફોન આવી રહ્યા છે.’ > જીતેન્દ્ર વખારિયા, પ્રમુખ, સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિએશન.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top