સુરતમાં ભારે બફારા વચ્ચે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ, હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી

News 16
0
હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરના સમયે સુરતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેના પગલે ભાદરવાના ભારે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.



કતારગામ ઝોનમાં ત્રણ એમએમ વરસાદ
સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જોકે ફ્લડ કંટ્રોલ રૂમમાં માત્ર કતારગામ ઝોનમાં બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે ત્રણ એમએમ વરસાદ નોંધાયો હતો.

તડકાની સાથે વરસાદ
સુરતના વેસુ, અડાજણ, અઠવાલાયન્સ, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તડકાની વચ્ચે વરસાદ પડતો જોવા મળ્યો હતો. વરસાદી ઝાપટા સ્વરૂપે થોડીવાર માટે વરસાદ વરસ્યો હતો. જેના કારણે બાઇક પર નીકળેલા લોકોએ વરસાદથી બચવા માટે સલામત સ્થળે ઊભા રહેવાની ફરજ પડી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top