હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાની રુલ લેવલ 335 ફૂટની સપાટીની નજીક પહોંચી ગઈ છે.હાલ ઉકાઈની સપાટી 334.56 ફૂટ નોંધાય છે. જેથી રુલ લેવલથી ડેમની સપાટી અડધા ફૂટથી ઓછી દૂર રહી છે.બીજી તરફ શહેરમાં હળવા વરસાદની ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
શહેરમાં હળવા વરસાદી ઝાપટા
સુરત શહેરમાં રાત્રિના બાર વાગ્યાથી લઈને સવારના 10:00 વાગ્યા સુધીમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે.સૌથી વધુ વરસાદ વરાછા એ ઝોનમાં છ એમ એમ અને લિંબાયત ઝોનમાં છ એમ એમ નોંધાયો છે. જ્યારે રાંદેર ઝોનમાં વરસાદ નોંધાયો નથી.હળવા વરસાદી ઝાપટા તે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ઉકાઈની સપાટીમાં ક્રમશઃ વધારો
ઉકાઈ ડેમની સપાટી ઉપરવાસના વરસાદ અને હથનુર ડેમમાંથી આવતા પાણીને લઈને ધીમે ધીમે વધી રહી છે. ઉકાઈ ડેમમાં હાલ પાણીની આવક 79,302 પાણી છે. જ્યારે પાણીની જાવક 50461 કરવામાં આવી છે. જેથી ડેમની સપાટી 334.56 ફૂટ નોંધાય છે.સુરતના સિંગણપોર કોઝવે ની સપાટી 7.45 મીટર નોંધાય છે.



.png)