નીતીશ મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા, તેજસ્વીએ નીતીશના ચરણસ્પર્શ કર્યા

0
નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. તેના પછી તરત જ તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. શપથ લેતાની સાથે જ તેજસ્વીએ નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.



નીતીશે ભાજપ પર સાધ્યું નિશાન
સીએમ પદના શપથ લીધા બાદ નીતીશ કુમારે મીડિયા સાથે વાત કરતા નામ લીધા વીના ભાજપ પર પ્રહાર કર્યા હતા. નીતીશ કુમારે કહ્યું કે 2014માં આવનારા 2024માં રહેશે, તો ને? તેમણે વધુમાં કહ્યું હતુ કે અમે રહીએ કે ન રહીએ, તેઓ 2024માં નહીં રહે.હું વિપક્ષને 2024 માટે એકજુથ થવા માટે અપીલ કરું છું. પીએમ પદના સવાલ પર તેમણે કહ્યું કે હું આ પદ માટે ઉમેદવાર નથી. તેમણે કહ્યું કે ભાજપને લાગતું હતું કે વિપક્ષ ખતમ થઈ જશે. પણ હવે અમે વિપક્ષમાં પણ છીએ.

આ દરમિયાન આરજે
ડીએ વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર સિન્હા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લોર ટેસ્ટના સમયે નવા સ્પીકર માટે પણ ચૂંટણી યોજાશે. મહાગઠબંધન તરફથી સ્પીકરની ખુરશી આરજેડીને મળી શકે છે. જો કે કોંગ્રેસે પણ સ્પીકરની ખુરશી પર દાવો કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top