કેજરીવાલે કહ્યું, 18 વર્ષથી ઉપરની મહિલાઓને એક હજાર રૂપિયા દર મહિને બેંક એકાઉન્ટમાં આપીશું

0
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આદે ગુજરાતની મુલાકાતે છે. તેમણે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમમાં પોતાનું સંબોધન ચાલું કર્યું છે. કેજરીવાલે કહ્યું હતું કે, આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે તેમને પ્રણામ કરું છું. પહેલાં લોકો કહેતા હતાં કે, ગુજરાત ભાજપનો ગઢ છે અહીં કશું થાય એમ નથી. પરંતુ અમે લોકોને મળ્યાં તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યાં છીએ. ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું.




અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરીશું
હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ ભાજપને ઉખાડી ફેંકીને લોકો નવી જ રાજનીતિ ઈચ્છે છે. અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરવા માંગીએ છીએ. અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા નથી માંગતાં. તેઓ એકબીજાને ગંદી બોલી બોલીને જતાં રહે છે. એમાં જનતાને કંઈ મળતું નથી. ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે. પરંતું પહેલીવાર જનતાને એવું લાગી રહ્યું છે કે, અમારી સમસ્યાનું સમાધાન થશે.

લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે
આનાથી મોટા પાયે અર્થવ્યવસ્થામાં ફર્ક પડશે. લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે અને અમિરોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા કમજોર પડશે. અમારી આ ગેરંટીથી કરોડો મહિલાઓને ફાયદો થશે. કરોડો ઘરમાં તેનો ફાયદો થશે. જે લોકો કહે છે કે પૈસૌ ક્યાંથી આવશે. હું આપને એક ઉદાહરણથી જણાવું કે પૈસો ક્યાંથી આવશે. અમે પંજાબમાં કહ્યું કે વીજળી મફત આપીશું ત્યારે પણ લોકોએ કહ્યુ કે, પૈસો ક્યાંથી આવશે. માર્ચમાં પંજાબમાં અમારી સરકાર બની. સરકાર બન્યા બાદ રાજ્ય સરકાર પાસે 6 હજાર કરોડ વધુ ટેક્સ આવ્યો.

સરકાર પાસે પૈસાની નહીં પણ નિયતની કમી છે
અમને આખું વર્ષ વીજળી મફત કરવા માટે માત્ર ત્રણ હજાર કરોડ જોઈતા હતાં અને છ હજાર કરોડનો ટેક્સ રાજ્ય સરકારને મળ્યો ઉપરથી સરકારને ત્રણ હજારનો ફાયદો થયો. પૈસાની કમી નથી પૈસા ખૂબ પ્રમાણમાં છે. આ લોકો બધા પૈસા પોતાના અમિર દોસ્તો પાછળ ઉડાવે છે તેમનું દેવું માફ કરી દે છે. તેમના ટેક્સ માફ કરી દે છે.જનતા પાસેથી GST લઈને તમામ પૈસા પોતાના દોસ્તો પાછળ ઉડાવી દે છે. આ સિસ્ટમ અમે બંધ કરીશું. દીલ્હીમાં સરકાર ચલાવતાં મને સાત વર્ષ થયાં અને હું એવું શીખ્યો છું કે સરકાર પાસે પૈસાની નહીં પણ નિયતની કમી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top