વાલોડ પાદર ફળિયામાં ગટરનું પાણી માર્ગ પર છતાં તંત્રના કામગીરીમાં અખાડા

News 16
0
વાલોડ તાલુકા મથકે પાદર ફળિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના બની ત્યારથી આ સ્થળની ચેમ્બર જામ થવાને કારણે ગંદુ પાણી જાહેર માર્ગ પર વર્ષોથી નીકળી રહ્યું છે. ચેમ્બર બનાવવાની કામગીરી કરવામાં આવી તે ચેમ્બર પેવર બ્લોકથી બનાવી નાણાંનો વેડફાટ કરવામાં આવ્યો છે. ચેમ્બર જામ હોવાને કારણે પાણી ત્યાંથી જાહેર માર્ગ પર નીકળી રહ્યું હોય લોકોને પડતી હાલાકી ક્યારે દૂર થશે. વાલોડ પાદર ફળિયામાં ભૂગર્ભ ગટર યોજના શરૂ થઈ ત્યારથી આજદિન સુધી આ ચેમ્બરના લીકેજ અને જાહેર માર્ગ પર પાણી નીકળવાની સમસ્યાનું નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી.



આ ચેમ્બર સાફ કરવામાં આવતી હોવા છતાં એ ચેમ્બરનો બ્લોકેજ ખોલી શકવામાં તંત્ર વામણું પુરવાર થયું છે, વારંવારની સમસ્યા હોય સ્થાનિકો દ્વારા રજૂઆતો સરપંચ અને તલાટીને કરવામાં આવી હતી તે રજૂઆતોને પગલે કામગીરી કરાવવા હાલ રૂ. 5,000 ના ખર્ચે કામગીરી કરવા માટે કોઈક ઈસમને કામ સોપવામાં આવ્યું હતું, તે ઈસમ દ્વારા યોગ્ય માલ સમાન લઇ કામગીરી કરવાને બદલે ગેસ લાઇનમાં કાઢવામાં આવેલ પેવર બ્લોકથી ચેમ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ચેમ્બરમાં કામગીરી કરનાર ઈસમ પર યોગ્ય દેખરેખ ન હોય તે ઈસમ દ્વારા પાણીના નિકાલ માટેની જે લાઈનમાંથી પાણી આવે છે તે પાઈપલાઈન નીચે છે અને પાણી વાહન કરવાનું છે તે પાઈપલાઈન ઉપરથી હોય એક અદભુત કામગીરી કરવામાં આવી છે, આવા અક્કલનું પ્રદર્શન કરનારને વાલોડ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી આપવામાં આવે છે, વાલોડ ગ્રામ પંચાયતમાં આજ રીતે એક વરસાદી પાણીની પાઈપલાઈન ત્રણ વર્ષ અગાઉ લાખોના ખર્ચે બનાવવામાં આવી હતી, જેમાં પાણીનો નિકાલ થતો નથી અને તમામ નાણાં વેડફાયા છે

કામગીરી પર કોઈ સચોટ અને કડક દેખરેખ કે સુપર વિઝન રાખવામાં આવતું નથી, બસ ગ્રામ પંચાયતમાં કામગીરી થઇ બસ વાઉચરો બનાવો અને નાણાં ચૂકવી દોનું ધારા ધોરણ છે, આવા ઇજારદારો પાસે કામગીરી કરાવી ગ્રામ પંચાયતમાં નાણાંનો દૂર વ્યય કરનારા સમયે પગલાં લેવામાં આવશે કે કેમ ? આ ચેમ્બરની કામગીરીના નાણાં હજી સુધી ચૂકવાયા નથી એ હાલ આશ્વસન લઇ શકાય પરંતુ કેટલાક સભ્યો આવી લેભાગુ કામગીરીના નાણાં અપાવવા માટે સામાન્ય સભામાં કે ગ્રામ પંચાયતમાં હોબાળા કરશે, એવા બનાવો ભૂતકાળમાં બન્યા છે.

ચેમ્બર બન્યાને ત્રણ સરપંચ આવી ગયા પણ કામ હજુ અધુરુ
ખલીલભાઈ શેખે જણાવ્યું હતું કે આ ચેમ્બર બન્યા બાદ ત્રણ સરપંચો બદલાયા છે, જે તે સમયના સરપંચો કે સભ્યોને હમો સ્થાનિક રહીશો દ્વારા અવરનવર જાણ કરવામાં આવી હોવા છતાં કાયમી નિકાલ આવ્યું નથી, હમારા ઘરોમાં આ ગંધાતા પાણીને કારણે રાત્રીના સમયે રહેવું મુશ્કેલ બને છે. આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તો આજીવન આભારી રહીશું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top