નવાપુર તાલુકાના ખાંડબારાના ન્યુ આઝાદ મેડિકલના ડાયરેક્ટર રિયાઝ હાજીભાઈ અરેબિયા (39) વ્યારા જઈ રહ્યા હતાં. ત્યારે નંદુરબાર પ્લેટફોર્મ નંબર 2 પર અકસ્માતે રેલવે ટ્રેક પર પડી જતાં શરીર પરથી ટ્રેન ફરી જતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ખાંડબારા વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. નવાપુર તાલુકાના ખાંડબારા ખાતે આવેલ ન્યુ આઝાદ મેડિકલના ડાયરેકટર રિયાઝ હાજીભાઈ નંદુરબારથી વ્યારા ટ્રેનમાં જવાના હોય.
જેથી તેઓ મંગળવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ નંદુરબાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ઉભા હતાં. આ દરમિયાન આવતી પ્લેટફોર્મ નંબર 2 પર અકસ્માતે એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતાં શરીરના કમરથી નીચે સુધી બે ભાગમાં કપાઈ ગયું હતું. આ સંદર્ભે પોલીસે સંબંધીઓને જાણ કરી છે અને સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રિયાઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી હજુ મળી નથી. આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અરબિયાનીના પરિવારમાં શોકની લાગણી
રિયાઝ અરબિયાનીની ભાભી ઈરફાના ઈલ્યાસ અરબિયાનીનું પાંચ દિવસ પહેલા 38 વર્ષની ઉંમરે બીમારીના કારણે અવસાન થયું હતું. ત્યારબાદ રિયાઝના ટ્રેન અકસ્માતથી અરબિયાનીના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એક જ અઠવાડીયામાં પરિવારજનોએ બે મૃતદેહ જોતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે.


.png)