પિતરાઈ ભાઈ સાથે પુત્રીએ મુખાગ્નિ આપી, અંતિમ યાત્રામાં પાર્થિવદેહ પર ભાજપનો ઝંડો મુકાયો હતો

0
હરિયાણાના બીજેપી નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટના શુક્રવારે બપોરે 12.30 વાગ્યે હિસારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સોનાલીની પુત્રી યશોધરાએ તેના પિતરાઈ ભાઈ સાથે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. આ દરમિયાન લોકો 'સોનાલી અમર રહે' અને તેઓ 'સોનાલીના હત્યારાઓને ફાંસી થાય' તેવા નારા લગાવતા રહ્યા હતા. થોડા દિવસ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુલદીપ બિશ્નોઈ સોનાલીને શ્રદ્ધાંજલિ આપવા સ્મશાનગૃહ પહોંચ્યા હતા.



સોનાલીનો પાર્થિવદેહ સવારે 10.15 વાગ્યે અંતિમ દર્શન માટે તેમના ઢંઢૂર ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યો હતો. આ ફાર્મ હાઉસ હિસાર-સિરસા નેશનલ હાઈવે પર હિસારથી 10 કિમી દૂર છે. સોનાલીની અંતિમ યાત્રા 11 વાગ્યે ફાર્મ હાઉસથી ઋષિ નગર સ્મશાન માટે નીકળી હતી. અંતિમ યાત્રા દરમિયાન સોનાલીની એકમાત્ર પુત્રી વસુંધરાએ તેના પાર્થિવ દેહને કાંધ આપી હતી.



ગુરુવારે સાંજે જ ઢંઢૂર ફાર્મ હાઉસમાં જ પાર્થિવદેહનાં અંતિમ દર્શન માટે રાખવા માટે જગ્યા તૈયાર કરવામાં આવી હતી. સોનાલીના ભાઈ રિંકુ અને જીજા અમન પુનિયાએ મોડી રાત્રે મૃતદેહ લઈને હિસાર પહોંચ્યા હતા. મૃતદેહોને હવાઈ માર્ગે ગોવાથી દિલ્હી અને રોડ માર્ગે નવી દિલ્હીથી હિસાર લાવવામાં આવ્યો હતો. સોનાલી 23 ઓગસ્ટે સવારે ગોવાના એક રિસોર્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર ઈજાનાં અનેક નિશાન મળ્યાં હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top