તાપી જિલ્લાના વ્યારા ખાતે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર, વ્યારા સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ, ઇન્ડિયન મેડીકલ અસોસીયેસન, Cipta Vitalis અને હોમિયોપેથીક મેડીકલ અશોસીયેસન ઓફ ઇંડિયા, વ્યારા યુનિટના સહયોગથી નિદાન અને સારવાર મહાયજ્ઞનું આયોજન તારીખ ૨૬/૦૮/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૩૦ સુધી કાળીદાસ હોસ્પિટલ-વ્યારા ખાતે કરવામાં આવ્યુ હતું. આ મહાયજ્ઞને ભવ્ય સફળતા મળી હતી.
આ કેમ્પમાં મુખ્ય અતિથિ એવા વ્યારા ગ્રામ સેવા સમાજના પ્રમુખ ગણપતભાઈ ગામીત તેમજ ઉકા તરસાડીયા યુનિવર્સીટી અને માલીબા ફાર્મસી કોલેજના ડીરેક્ટર ડો.ડી.આર.શાહ અને કેમ્પના મુખ્ય સંકલનકર્તા ડો.મહેશ શુક્લા, ઇન્ડિયન મેડીકલ અસોસીયેસન સુરતના પ્રેસિડેન્ટ ડો.યોગેશભાઈ દેસાઈ અને ઇન્ડીયન રેડક્રોસ, તાપી શાખાના ચેરમેન દિનેશભાઈ ભટ્ટ તથા કોલેજના આચાર્યા ડૉ. જ્યોતી રાવ અને હોમેઓપથિક મેડીકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, વ્યારા યુનિટના પ્રેસિડેન્ટ ડો. ભાવિન મોદીના વરદ હસ્તે દીપ પ્રગટાવી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.




.png)