GPSC Recruitment 2022: GPSC ક્લાસ-1, 2ના 245 પદો માટેની ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

0
GPSC recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ફરીથી વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 245 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આજથી એટલે કે 25 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Jobs And Career: અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓની બમ્પર ભરતી નીકળી છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ફરીથી વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 245 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીપીએસીએ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવી વિવિધ 245 પદો માટે ભરતી બહાર પાડી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો 09/09/2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રેહશે.



જીપીએસસી દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનરની નોકરીઓ શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે.


પસંદગી પ્રક્રિયા શું છે?
ઉમેદવારોની પસંદગી પ્રિલિમ/મેન્સ/ઇન્ટરવ્યૂ (GPSC નિયમો મુજબ)ના આધારે કરવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50 ટકા ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવેશે.


એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100માંથી મેળવેલા ગુણનું 50-50 ટકા વેઈટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top