સુરતના રાંદેરના જિમમાં મુલાકાત બાદ યુવકે મહિલા તબીબ પર રેપ કર્યો

News 16
0
રાંદેર રહેતા 22 વર્ષીય યુવકે જહાંગીરપુરાની 34 વર્ષીય મહિલા ડોકટર પર રેપ કર્યો છે. બંને જિમમાં પરિચયમાં આવ્યાં હતાં. દોઢેક વર્ષ પહેલાં યુવકે ડોકટરના ઘરે આવી તેના પુત્ર અને પતિને મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. એ વખતે યુવકે ડોકટરનો બીભત્સ ફોટો અને વીડિયો ઉતારી લઈ બ્લેકમેઇલ કરતો હતો.




બળાત્કારનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી
મહિલા ડોકટરે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ઋષિકેશ ઉર્ફે રિષી બળવંત સોલંકી (22) (રહે, રામનગર સરકારી વસાહત, રાંદેર) સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. આરોપી ઋષિકેશ હાલમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. તેણે ડોકટરને બીભત્સ વીડિયો અને ફોટો પતિને બતાવી દેવાની ધમકી આપી નવેમ્બર-20માં બીજીવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ડોકટરે તમામ સંબંધો કાપી નાખ્યા હતા છતાં તે એક વર્ષથી પરેશાન કરતો હતો. ડોકટર ક્લિનિક પર આવતા-જતા રસ્તામાં પણ તેને ગાળો આપી ધમકી આપતો હતો. તબીબે પતિને પણ વાત કરી હતી. ઋષિકેશના પિતા ખાનગી નોકરી કરે છે તથા માતા બહુમાળીમાં સરકારી કર્મચારી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top