વ્યારામાં ભાજપના દહી હાંડી મહોત્સવમાં અમુક નેતાઓની બાદબાકીને લઇ વિવાદ

0
તાપીમાં જીલ્લામાં ભાજપ પક્ષને સતત મજબૂત કરવા માટે પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ અને અન્ય હોદેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.તો બીજી તરફ તાપી જિલ્લામાં આંતરિક જૂથવાદ અવાર નવાર બહાર આવી રહ્યા ચર્ચા ના વિષય બન્યા કરે છે.હાલ માં વ્યારા ખાતે ભાજપ યુવા મોર્ચા દ્વારા આયોજિત દહીં હાંડી મહોત્સવની નિમંત્રણ પત્રિકા માંથી જીલ્લા કેટલાક મહત્વ ના નેતાઓ અને હોદેદારોના નામો ન છપાતા ચર્ચા નો વિષય બની રહ્યો છે.




તાપી જિલ્લામાં વ્યારા ખાતે ભાજપ યુવા મોર્ચા દ્વારા આયોજિત દહીં હાંડી મહોત્સવની નિમંત્રણ પત્રિકા માંથી માજી મંત્રી કાંતિભાઈ ગામીત, આદિજાતી મોર્ચા પ્રદેશ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ કુંવર, કિશાન મોરચાના પ્રદેશ મહામંત્રી મહેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ આદિજાતી મોર્ચાના મંત્રી ધવલભાઈ ચૌધરી અને પ્રદેશ મહિલા મોરચાના મંત્રી કૈલાશબેન ગામીતના સહિત અન્ય નામોની બાદબાકી કરવામાં આવતા તાપી જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે.

ભાજપના વોટસએપ ગ્રુપમાં પણ આ આંતરિક જુથવાદને લઈ આગામી વિધાનસભાની ચુંટણી પર કમળ ખિલવવા સામે પ્રશ્નાર્થ મુક્યો છે.વિધાનસભાની ચૂંટણીમા હવે જૂજ મહિનાઓ બાકી છે ત્યારે કોંગ્રેસના પ્રભુત્વ વાળા તાપી જિલ્લામાં આવા જૂથવાદ સાથે ભાજપ શું કાઠું કઢશે, તેવી ચર્ચા લોકમુખે ચાલી રહી છે. હાલમાં વ્યારામાં તાજેતરમાં જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 04 કોર્પોરેટરોનાં નામો પણ ભાજપની આમંત્રણ પત્રિકામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

છેલ્લાં કેટલાંક સમયથી નગર પાલિકાનાં કોર્પોરેટરો અને જિલ્લાનાં ટોચનાં નેતાઓ વચ્ચે આંતરિક કલેહ જોવા મળી રહ્યો હતો,તે આજે ચરમસીમાએ પહોંચ્યો જોવા મળ્યો છે. ભાજપના મોવડી મંડળને પણ આ જુથવાદ અંગેની કહેવાય છે કે વારંવાર જાણ કરવામાં આવી છતાં સ્થાનિક કક્ષાએ વિવાદિત ભાજપીઓ સામે કોઇ પગલાં ભરાયા નથી.આની સીધી અસર આવનાર વિધાન સભા ની ચટણી પર થાય તો નવાઇ નહીં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top