કુકરમુંડામાં આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિનું વિવિધ પ્રશ્નોને લઈને આવેદન

News 16
0
કુકરમુંડા તાલુકાના સેવા સદન ખાતે આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિ દ્વારા 9 મી,ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ઉકાઈ અસર ગ્રસ્ત વિસ્તારમાં પાયાની સુવિધા તથા હક્ક અધિકાર જળવાય તે હેતુથી સુવિધા ઉપલબ્ધ કરવા અંગે મામલતદાર મારફ્તે ગુજરાત રાજયપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.





આવેદનપત્રમાં જણાવ્યું મુજબ દર વર્ષે 9મી, ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ટ્રાયબલ સબ પ્લાન (TSP)માંથી દરેક ગ્રામ પંચાયતને અલગથી ગ્રાન્ટ ફાળવવામાં કરવા તેમજ રાજય સરકાર દ્વારા જાહેર રજા મંજૂર કરવા આવે, આદિવાસી વિસ્તારમાં 5મી અને 6ઠ્ઠી અનુસૂચિત લાગુ કરી અને સંપૂર્ણપણે અમલવારી થવી જોઈએ. તાપી જિલ્લામાં સમાવેશ ઉકાઈ અસર ગ્રસ્ત ગામોમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રોજગારી ઉપલબ્ધ કરવવા અંગે જણાવ્યું હતું.

સરકાર દ્વારા રાજયમાં સરકારી સ્કૂલ, ખાનગી સ્કૂલ, એક લવ્ય રેસીડેન્સી મોડેલ સ્કૂલ, વગેરેમાં મેરીટ પ્રાધન્ય તો છે. જ પણ પહેલા તાલુકા કે વિસ્તારના વિધાર્થીઓને પ્રાયોરિટી પેહલી મળવી જોઈએ અને ઘટતા આંકડા તાલુકા કે વિસ્તારમાં ન હોય તો જ બહારના વિદ્યાર્થીને પ્રાયોરિટી આપવી તેમજ નોકરીની ભરતીમાં તાલુકામાંથી જ પહેલી પસંદગી કરવી અને કુકરમુંડામાં વિદ્યાર્થીઓ માટે કોલેજ તેમજ હોસ્ટેલની વ્યવસ્થાઓ ઉભી કરવાની માગ પણ કરી છે.

ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારમાં વસવાટ કરનાર આદિવાસી લોકો સાથે રાજયપાલ મુલાકાત કરે તેવી આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિએ માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે વાહન વ્યવહારમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો સમયસર મુસાફરી કરી શકે તે માટે પૂરતી બસ સેવા આપવામાં આવે અને સોનગઢ બસ ડેપોની બસ ઉપર જય આદિવાસી નામ આપવું તેમજ કુકરમુંડા તાલુકા પંચાયતની અંદર ચાલતી જિ.પં. સંચાલિત શાળાઓમાં પૂરતો શિક્ષક સ્ટાફ સાથે સુવિધા ઉપલબ્ધ કરવી તેમજ કુકરમુંડામાં આરોગ્ય વ્યવસ્થામાં ડોક્ટર, નર્સ,તેમજ અન્ય સ્ટાફ પૂરતા પ્રમાણમાં ન હોવાથી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છતાં આજે પણ સરહદ પર આવેલ મહારાષ્ટ્રમાં દર્દીઓને ટ્રાન્સફર કરાય છે.

જેથી તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે પૂરતી સુવિધા સાથે સ્ટાફની પણ માગ કરી છે. તાલુકા પંચાયત અને મામલતદારમાં લોકોના કામો સમયસર થાય જેથી પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવી અને ઉકાઈ ડેમના નિર્માણ માટે જમીન આપનાર ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને સોનગઢના ખેડૂતોના પરિવારમાં સભ્યોને સરકારી નોકરી આપવી અને આદિવાસી લોકો જે તાપી નદીમાં માછીમારી કરી નિર્વાહ કરી રહ્યા છે. તે લોકો માટે મત્સ્ય ઉધોગની નવી મંડળીની સ્થાપના કરવી અને ખેડૂતોને બાર કલાક વીજળી ઉપલબ્ધ કરવાની માગ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top