પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેડૂતોને ખેતી માટે બારેમાસ પાણી મળી રહે તે માટે પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની પહેલ

News 16
0
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અગ્રેસર થયેલા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેતીની ગરિમાને અનુરૂપ પરિણામલક્ષી કામગીરીની હિમાયત કરતા ડાંગના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલે 100 ટકા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમા પ્રવૃત્ત કરવાના લક્ષ સાથે કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી.



ડાંગ જિલ્લાના જુદા જુદા વિભાગોના ઉચ્ચાધિકારીઓની એક બેઠકને સંબોધતા આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીના લાંબા ગાળાના ફાયદાઓની સમજ સાથે, તમામે તમામ ખેડૂતો તેમાં જોડાય તેવા વાતાવરણનું નિર્માણ કરવા સાથે ચોમાસા આધારિત ખેતી ઉપરાંત રવિ પાકમાં પણ ડાંગના ખેડૂતોને ખેતી અર્થે પૂરતુ પાણી મળી રહે તે માટે, મધ્યમ કદના ડેમ બનાવી, વહી જતા વરસાદી નીરને રોકીને તેનો સદુપયોગ કરવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી.


મંત્રીએ પાણીના અભાવે વિકાસથી વંચિત રહી જતા પ્રજાજનોની ભાવિ પેઢી માટે જળસંચય એ ખૂબ જ જરૂરી છે, તેમ જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું. 'નલ સે જલ' યોજનાના અસરકારક અમલીકરણ થકી પીવાના પાણીની સમસ્યાનો કાયમી હલ કરવાની હિમાયત કરતા ચોમાસામાં ભારે વરસાદને કારણે જાહેર માર્ગોને થયેલા નુકશાન સાથે સત્વરે દુરસ્તી કામ હાથ ધરવાની સુચના આપી હતી.

મંત્રી નરેશભાઇ પટેલે ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસી બસોને પ્રવેશવા બાબતે સ્થિતિની સમીક્ષા બાદ, ખાનગી તથા સરકારી મિનિબસો હવેથી સાવચેતીપૂર્વક ગિરિમથક સુધી પ્રવાસીઓને લાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે તેમ જણાવ્યું હતુ. સ્થાનિક રોજગારી અને સ્થળાંતરને અટકાવવા માટે પ્રયાસરત જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયાસોમા સૌને સહયોગી થવાની હાંકલ સાથે પ્રભારી મંત્રી ચોમાસામાં જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસોની સરાહના કરી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમા જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિત, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા. જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલિસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેક્ટર પદ્મરાજ ગાવિત, સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top