વલસાડ શહેર એક તરફ કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં વ્યસ્થ હતું. ત્યારે બીજી તરફ શહેરના ધડોચી તળાવ ખાતે આવેલી અહમદ કલ્લાનીવાડીમાં આવેલ એક મકાનમાં 10 ઈસમો સતામ આઠમનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ સીટી પોલીસે રોકડા રૂ.12 હજાર અને 9 મોબાઈલ મળી કુલ 42 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મોગરાવાડી સૂકી તલાવડી પાસેથી 11 ઝડપાયા છે.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં રમતો સતામ આઠમનો જુગાર રમતા અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ વિવિધ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ સીટી પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે વલસાડ શહેરના ધડોચી તળાવ ખાતે આવેલી અહમદ કલ્લાનીવાડી ખાતે આવેલા મોબીન શેખના ઘરે કેટલાક ઈસમો સતામ આઠમ નિમિત્તે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ સીટી પોલીસે તાત્કાલિક બાતમી વાળા ઘરે હાઉસ રેડ કરી ચેક કરતા 10 જુગારીઓને બાતમીના આધારે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. વલસાડ પોલીસે 10 ઈસમો પાસેથી રોકડા રૂપિયા 12 હજાર અને 9 મોબાઈલનો મુદ્દામાલ કબ્જે કરી કુલ 42 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સીટી પોલીસ મથકે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.


.png)