વ્યારા નગરમાં જન્માષ્ટમી ના કાર્યક્રમને લઈને ભાજપને અંદરો અંદર જુથવાદ બહાર આવ્યો હતો. એક તરફ લાયન હાર્ટ ગ્રુપે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રથમ કાર્યક્રમનું આયોજન કરતા બીજી તરફ ભાજપ યુવા મોરચાએ પણ અલગથી બીજા દિવસે મટકી ફોડ કાર્યક્રમ જાહેર કરી તેમા સી.આર.પાટીલની ઉપસ્થિતીની જાહેરાત કરતા પ્રદેશ પ્રમુખે સળંગ બે દિવસ વ્યારામાં આ બંને કાર્યક્રમમાં હાજરી આપવી પડી હતી. જોકે ભાજપના આ બંને જુથનાં આગેવાનોએ કાર્યક્રમનાં બેનર બાંધવાને લઈ સામ સામે વ્યારા પોલિસ મથકે એટ્રોસીટીની ફરિયાદ આપી હતી.
જોકે બબાલનાં બીજા દિવસે પોલીસ બંનેમાંથી એકેય વિરૂધ્ધ એફઆઈઆર નોંધી ન હતી. ભાજપનો આંતરીક જુથવાદ સપાટીએ આવી છેક વ્યારા પોલીસ મથકે પહોંચતા વ્યારાનુ રાજકારણ ગરમાયું હતુ. ભાજપનો આ આંતરિક કલેહ મટકીફોડ કાર્યક્રમનાં બેનરને લઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
તાપી જિલ્લા ની રાજકારણ કેટલાય સમય થી ગરમાઈ રહ્યું છે. અવરનવર નાનાં મોટો બબાલ ને લઇ તાપીમાં ભાજપ ના જૂથવાદ બહાર આવી રહ્યા છે. જન્માષ્ટમી દિન ઉજવણી બાબતે બે જૂથ થઈ ગયા હતા. તાજેતર માં હજારો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાજુભાઇ અમૃત જાદવના લાઇન હાર્ટ ગ્રુપ દ્વારા ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષતામાં તા.19મી ઓગષ્ટે વ્યારા નગર નાંજુના બસ સ્ટોપ પર મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેની સામે તાપી યુવા ભાજપ માં મોરચાને આગળ કરી ભાજપના બીજા જૂથે પણ તા.20 મી ઓગષ્ટે જન્માષ્ટમીના બીજા દિવસે તે જ સ્થળે મટકી ફોડનો કાર્યક્રમ જાહેર કરતા નવો વિવાદ ઉભો થયો હતો.જેમાં ગત રોજ જુના બસ સ્ટેન્ડ પર બંને જૂથો સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો.
બે જૂથોને લઈને મામલો ગરમાઈ જતા બંને પક્ષોએ વ્યારા પોલીસ મથકના સહારો લેવો પડ્યો હતો જ્યાંજેમાં ભાજપાના પ્રદેશ પ્રમુખ જે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિ રહ્યા તે લાયન ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિરલ કોંકણીએ એટ્રોસીટી એકટ હેઠળની ફરિયાદ આપી હતી.
જેની સામે લાયન હાર્ટ ગ્રુપના નિમેષ સરભાણીયાએ પણ વ્યારા નગર યુવા પ્રમુખ અક્ષય પંચાલ, તાપી જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિરલ કોંકણી સહિત અન્ય 4 વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે એટ્રોસિટી સહિતની ફરિયાદ મોડી રાત્રે વ્યારા પોલિસ મથકે આપી હતી.આજરોજ વ્યારામાં બીજા દિવસે ફરી આવેલ સી.આર.પાટીલ દ્વારા બંને જૂથોને સમાધાન કરાવવાનાં પ્રયત્નો ચાલુ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
લાયન હાર્ટ ગુપ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન
વ્યારા નગરમાં જન્માષ્ટમીના દિને લાયન ગ્રુપ દ્વારા યોજાયેલ જુના બસ સ્ટેન્ડ ના મટકી ફોડ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલે હાજરી આપી હતી. જ્યારે બીજા દિવસે તાપી જિલ્લા યુવા ભાજપ દ્વારા એ જ સ્થળ પર મટકીફોડનું આયોજન કર્યું હતું.જેમાં પણ સી આર પાર્ટીલે હાજરી આપી હતી.


.png)