ડોલવણ તાલુકામાં વરજાખણ ગામના લોકો દ્વારા ડોલવણ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પંચાયતના સભ્ય અને તેમના પતિ સામે ધાક ધમકી અને અકસ્માત કરી મારી નાખવાની ધમકી બાબતે ફરિયાદ કરતા ડોલવણ તાલુકાનો રાજકારણ ગરમાયુ હતુ.ડોલવણ તાલુકાના વરજાખણ ગામના નગરજનોએ ડોલવણ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પંચાયતના સભ્યના પતિ દ્વારા ધમકી આપવા બાબતે એક અરજ કરવામાં આવી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીના વિકાસશીલ ગુજરાતના પથ પર ચાલનારા અને અને ગામને વિકાસશીલ બનાવવામાં ગ્રામજનો માને છે.
ગામનો વિકાસ થાય તે માટે કાર્ય કરતા આવેલા છે. વરજાખણ ખાતે રહેતા વાસંતીબેન નવીનભાઈ પટેલ જે વરજાખણ ગામના માજી સરપંચ છે અને હાલના જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ સભ્ય છે. તેમના પતિ નવીનભાઈ પટેલ આર્થિક રીતે મજબૂત અને રાજકીય વગ ધરાવતા અને મગજએ ઝનૂની સ્વભાવના હોવાથી તેમના દ્વારા ગામમાં અનેકવાર ઝઘડા તેમજ ગામના યુવકોને અવારનવાર ધમકીઓ આપવામાં આવે છે. ગામના યુવકોને ઝઘડો કે મારામારી કરવા માટે ઉશ્કેરવામાં આવે છે.
ગામના શાંત વાતાવરણ ડહોળવાનું કામ કરવામાં આવે છે, તેમજ ગામની અંદર રહેલા અમુક લોકો કે અમારા સગા સંબંધીઓ દ્વારા આડકતરી રીતે ગામના યુવકોને કે જે ગામમાં થતા ભ્રષ્ટાચાર કે કૌભાંડ સામે અવાજ ઉઠાવીએ તો તેઓને નવીનભાઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી તેમજ જાહેરમાં ગામના યુવકોને અકસ્માત કરાવીને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.
જો ગામના યુવાનોની અકસ્માત થાય તો તેની તપાસ કરીને યોગ્ય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે અને જો કોઈ પણ હાની પહોંચે તો તેની સંપૂર્ણ જવાબદારી નવીનભાઈની અને જિલ્લા પંચાયતના સભ્ય વાસંતીબેનની રહેશે. વાસંતીબેન નવીનભાઈના જવાબ લઈને યોગ્ય કાર્યવાહી કરવા વરજાખણ ગામના લોકોએ આજરોજ ડોલવણ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.

.png)