અંબાચ પોસ્ટમાંથી પોસ્ટ માસ્ટરે રૂ. 95 હજારની ઉચાપત કરી

News 16
0
અંબાચ ગામે પોસ્ટ ઓફિસમાં તા. 28/06/2017 થી 26/06/2021 સુધીના સમયગાળામાં કુલ 12 ખાતેદારો પાસેથી રીકરીંગ ખાતામાં જમા કરવા નાણાં મેળવી લઈ પાસબુકમાં રકમ દર્શાવી જમા કરેલ નાણા સરકારી તિજોરીએ જમા નહીં કરાવતા ઉચાપત અંગેની ફરિયાદ થઇ છે. પોસ્ટ માસ્તરને ફરજ મુક્ત કરવામાં આવ્યો છે.



અંબાચ ખાતે પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા પ્રદીપકુમાર રમણલાલ ચૌધરી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા, તેમની પોતાની ફરજ દરમિયાન તા. 28/06/2017થી 26/06/2021 સુધીના સમય ગાળામાં અંબાચ પોસ્ટ ઓફિસના કુલ 12 ખાતેદારો પાસેથી તેમના રીકરીંગ ખાતામાં જમા કરવા કુલ રૂ. 95,500/- મેળવી લઈ ખાતેદારોની પાસબુકમાં રકમ જમા દર્શાવી જમા કરેલા નાણા ખાતેદારોના રીકરીંગ ખાતામાં સરકારી તિજોરીમાં જમા નહીં કરવા અંગેનો અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી નાણા પોતે મેળવી લઈ સરકારી નાણાંની ઉંચાપાત કર્યા અંગેનો પર્દાફાશ થયો હતો.

આ બાબતે અમિત સતીશ રૂથન દ્વારા વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે અંબાચ પોસ્ટ ઓફિસનું વાર્ષિક ઇન્સ્પેક્શન તથા સરપ્રાઈઝ વિઝીટ કરવા અંગેના આયોજનમાં તેમના દ્વારા અંબાચ પોસ્ટ ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારે પ્રદીપકુમાર રમણલાલ ચૌધરીની પોસ્ટ ઓફિસની તપાસ કરવામાં આવતા કેટલીક નાણાકીય વિસંગતાઓ ધ્યાન પર આવતા અંબાચ પોસ્ટ ઓફિસના દરેક ખાતાની સો ટકા ચકાસણી કરતા તા. 07/07/2021થી 19/01/2022 સુધી પ્રદીપકુમાર દ્વારા તેમની ફરજ દરમિયાન અંબાચ ઓફિસના રિકરિંગના અલગ અલગ બહાર ખાતામાં સરકારી નાણામાં ગેરરીતિ કરી રૂ.95,500/- ની કાયમી ઉચાપત કરેલ હોવાનું જણાય આવેલ જે અંગેની જાણ થતા પ્રદીપ કુમારને ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top