સોનગઢ તાલુકાના ખડકાચીખલી ગામે વરસાદના કારણે ગામના રસ્તાઓ પર ખાડા પડયા હતા.
ખડકાચીખલીના પટેલ ફળિયામાં જ્યાં બે મહિના પહેલા જ નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો.પરંતુ તંત્રના બેદરકારીના કારણે પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ખાડાઓ પડી જતા ઘણા અકસ્માતો સર્જાયા હતા. ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન અપાતાં લોકોને મુશ્કેલી પડી રહી હતી. બીજા અકસ્માતના બનાવો ન બને તે માટે ફળિયાના રહીશોએ ભેગા થઈને સ્વખર્ચે રસ્તાના ખાડાઓનું પુરાણ કરવાનું આયોજન કર્યું હતું. ફળિયાના રહીશો દીપકભાઈ સામજીભાઈ ગામીત ,રમેશભાઈ રતિલાલભાઈ ગામીત, કલપેશભાઈ જયંતિભાઈ ગામીત દ્વારા સ્વખર્ચે ટેમ્પો માં માટી લાવીને આજ રોજ તા ૨૩ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ ખાડાઓ પૂરવામાં આવ્યા છે. જેથી અકસ્માતો થતા રોકી શકાય.




.png)