ખંડીબારામાં દારૂબંધીનો કડક અમલ શરૂ, નાનાં બાળકોથી લઈ સરપંચ સહિત ગ્રામજનોએ કર્યો દેશી દારૂનો નાશ

News 16
0
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. એને કારણે દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ પણ ચાલતું હોવાના પુરાવા મળી રહ્યા છે, પરંતુ નાના નાના ગામડે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. આનું એક ઉદાહરણ ખંડીબારા ગામમાં જોવા મળ્યું છે. ખંડીબારામાં સ્વતંત્રતા દિવસે દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવીને ઉજવણી કરવામાં આવી છે.




રામજી મંદિર પટાંગણમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાનું નક્કી કર્યું
કવાંટ તાલુકાના ખંડીબારા ગામમાં દેશી દારૂની ઉત્પાદન અને વેચાણ ચાલતું હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળતો હતો, જેને લઇને સ્વતંત્રતા પર્વના દિવસે આ દેશીદારૂ બંધ કરાવવા માટે ગામના રામજી મંદિર પટાંગણમાં ભેગા થઈને દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાનું નક્કી કર્યું હતું. ગામમાં રેલી કાઢી દેશી દારૂના અડ્ડા પર જઈ તેમને આ ધંધો બંધ કરવાની જાણ કરી હતી.




મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા
છતાં પણ ગામમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. તમામ ભઠ્ઠીઓની તોડફોડ કરીને દેશી દારૂ બનાવવાનો સામાન રામી ડેમની કેનાલમાં પધરાવી દીધો હતો. આ હલ્લાબોલ દરમિયાન ખંડીબારાનાં બાળકોથી લઈને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top