વીર નર્મદ યુનિવર્સિટીમાં પોલીસની હાજરીમાં ABVP અને AAPની વિદ્યાર્થી પાંખ વચ્ચે બેવાર મારામારી, બેરિકેડ ઉખાડી ફેંક્યા, એકબીજાને ગડદાપાટુનો માર માર્યો

News 16
0
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપના એબીવીપી અને આપના યુવા છાત્ર સંઘર્ષ સમિતિ વચ્ચે મામલો બિચક્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે બપોરે 12 વાગ્યે પહેલીવાર મારામારી થઈ હતી. ત્યારબાદ ફરી 4 વાગ્યે બીજીવાર મારામારી થઈ હતી. જેમાં યુનિવર્સિટીમાં લગાવેલા બેરિકેડ પણ ઉખાડી ફેંક્યા હતા અને એકબીજાને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં સીવાયએસએસના એક કાર્યકરને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મુદ્દો શાંત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ દિવસ પહેલા મતદાનના સમયે પણ મારામારી થઈ હતી.



પોલીસની કામગીરી પર શંકાઃ NSUI
એનએસયુઆઈના ઋષિન રાયકાએ જણાવ્યું હતું કે, સેનેટની ચૂંટણીની મતગણતરી દરમિયાન છાત્ર યુવા સંઘર્ષ સંમિતિ અને એબીવીપીની માથાકૂટ થઈ હતી. મારામારી દરમિયાન પોલીસે પગલાં ન લઈને જરાં પણ ભાગ ભજવ્યો ન હતો. વિદ્યાર્થી માટે પોલીસની દમનગીરી જેવું દેખાઈ રહ્યું હતું. પોલીસ એક પક્ષનું સાંભલીને કામગીરી કરી રહી હોવાનું લાગી રહ્યું હતું. આપના વિરોધ પક્ષના નેતાને એબીવીપીના સભ્યોએ માર માર્યો હતો. પોલીસની કામગીરી પર શંકા ઉપજે છે.





હુમલામાં માથું ફૂટ્યું
સેનેટની ચૂંટણીની મતગણતરી દરમિયાન એબીવીપી અને આમ આદમી પાર્ટીના સપોર્ટથી ચાલતા (CYSS)છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો વચ્ચે નજીવી બાબતે માથાકૂટ સર્જાઈ હતી. બોલાચાલીથી શરૂ થયેલો મુદ્દો હાથાપાઈ પર ઉતરી આવ્યો હતો. જેમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધર્મેશ સાંકડાસરિયાના માથાના ભાગે વાગતા તેને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી છે.





પોલીસે મામલો શાંત કર્યો
વિદ્યાર્થી સંગઠનો વચ્ચે સર્જાયેલી મારામારી અને પગલે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જેથી ઘટનાની ગંભીરતાને જોતા ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં ડીસીબી સાગર તથા સચિન, સચિન જીઆઇડીસી, ઉમરા, ડીસીબી, એસઓજી સહિતના પોલીસ સ્ટેશનના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના વધુ વણસે તે પહેલા તેના પર કાબૂ મેળવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top