દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જળાશયોમાં નવાં નીર આવ્યાં છે. તો ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. તાપી જિલ્લામાં સારો વરસાદ પડતા તાપી ડેમમાં 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા
તાપી જિલ્લામાં ડેમમાં 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમના 22 દરવાજા પૈકી 12 ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં1 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આજે મંગળવારે બપોરે 2 કલાકે ઉકાઇ ડેમની સપાટી 335.38 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 60 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.


.png)