ડોલવણ : પીપલવાડામાં દેશી દારૂનો વેપલો બંધ કરાવવા આખરે ગ્રામ પંચાયત મેદાનમાં

News 16
0
રાજયમાં ચાલુ વર્ષે લઠ્ઠાકાંડ બાદ વિવિધ ગામના સરપંચો જાગૃત થયા છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાની રાણીઆંબા ગ્રામ પંચાયતમાં દારૂ બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જૂથ ગ્રામ પંચાયતના 7 ગામોમાં દારૂ બંધ કરવા ઠરાવ કરાયો હતો. સાત ગામોમાં દેશી રાસાયણિક દારૂની ભઠ્ઠીઓ માટે ગોળ,ખાતર જેવા રાસાયણિક પ્રદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.


7 ગામોમાં દેશી દારૂ બનાવતા કે પીતા કોઇ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો ઠરાવ કરવામા આવ્યો છે. મળતી વિગતો મુજબ ગત થોડા સમય અગાઉ રાજ્ય માં થયેલ લઠ્ઠાકાંડ બાદ એક પછી એક ગ્રામ પંચાયત સ્વૈચ્છિક દારૂબંધી જેવા નિર્ણયો લઈ રહી છે ગતરોજ તાપી જિલ્લા ડોલવણ તાલુકા ના એક ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક દારૂબંધીનો નિર્ણય લીધો હતો,તેના માટે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે.

ડોલવણ તાલુકાના ગ્રામ પંચાયત પીપલવાડા વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણ પણે દારૂ બંધી જાહેર કરી તેની પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જો કોઈ દારૂ બનાવતા કે પીતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ડોલવણ તાલુકાના ગ્રામ પંચાયત પીપલવાડા દ્વારા તા.21મી ઓગસ્ટ 2022નારોજ એક નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

તે અનુસાર આજ પછી ગામમાં કોઇપણ દારૂ બનાવતા જણાય આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, સાથે દારૂ પીને ગામમાં ફરવા વાળા તેમજ ઘરે હેરાન કરવા વાળાની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે ગામમાં જાગૃત સરપંચ અને પંચાયતની નવ નિયુક્ત ટીમ દ્વારા દ્વારા કરેલી કાર્યવાહી લોકોમાં ખુબ સરાહનીય બની રહી છે.

દારૂનું વેચાણ કરતા કે પીતા પકડાયા તો હવે બક્ષવામાં નહી આવે
ડોલવણ તાલુકા ના પિપલવાડા ગ્રામ પંચાયત ના નિયમોનો ઉલંઘન કરનાર વ્યક્તિને ગ્રામ પંચાયત તરફથી કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ગ્રામજનો નોંધ લેવી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top