વિકાસનું નવું નજરાણું : 3 મહિના પહેલા શરૂ કરાયેલ મહેસાણાનો વધુ એક ઓવર બ્રિજ બેસી ગયો

News 16
0
વિસનગરના ભાન્ડુ ગામ નજીક નવો ઓવર બ્રીજ બનાવવામાં આવ્યો છે. માત્ર સાડા ત્રણ મહિના પહેલાં જ આ ઓવરબ્રિજ બનીને તૈયાર થયો હતો અને તેનું લોકાર્પણ રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કરવામાં આવ્યુ હતુ. પરંતૂ લોકાર્પણના 3 મહિનામાં જ આ બ્રીજની હાલત બેસી ગઇ છે.



બ્રિજના એક તરફના ભાગમાં બેથી ત્રણ જગ્યાએ બ્રિજ બેસી ગયો

મુંબઈ દિલ્હી ફ્રેઇટ કોરિડોર વચ્ચે રેલવે ઓવર બ્રીજનું નિર્માણ કરાયું હતુ. ગત 13મે ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. બ્રિજના એક તરફના ભાગમાં બેથી ત્રણ જગ્યાએ બ્રિજ બેસી ગયો છે. જેથી કરોડોના ખર્ચે બનેલ ઓવર બ્રિજના કામમાં વેઠ વળાઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

મહેસાણા બાયપાસ, સોનેરીપુરા નજીક અને હવે ભાન્ડુ નજીક ઓવર બ્રિજ બેસી ગયાની ઘટના બનતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે. કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરી બ્રિજ રિપેર કરવા સ્થાનિકોની માંગ પણ કરવામાં આવી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top