વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ માટે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ વાંરવાર ગુજરાત આવી રહ્યા છે. તો બીજી તરફ ઘણા યુવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે આ કડીમાં ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર પણ આપમાં જોડાયા છે. આ ઉપરાંત આંદોલનકારી રાહુલ રાવલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયો છે.
આ અંગે નિવેદન આપતા આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમને ઘણી ખુશી છે કે દરેક વર્ગના કર્મચારીઓ સાથે પોલીસ કર્મચારીઓ પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે. ગુજરાતના લોકો હવે બદલાવ માંગે છે અને સકારાત્મક બદલાવનું બીજું નામ એટલે આમ આદમી પાર્ટી. ધીમે ધીમે સૌ કોઈ આમ આદમી પાર્ટીને અપનાવી લેશે અને ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટાચારનો અંત આવશે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમાસું સત્ર યોજાઈ શકે છે. બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળી શકે છે. આગામી 22-23 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવાની તૈયારીએ થઈ રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું સત્ર હશે. આવતા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં નક્કી થયા બાદ વિધાનસભા સત્રનુ આહવાન થઈ શકે છે.
બે દિવસના ટૂંકા સત્રમાં શું થશે
વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.
રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન આ વ્યક્તિ પાસે છે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ
દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 31મી ઓગસ્ટે આવશે. ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણપતિનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો. હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યના તમામ શહેરો, ગામડાઓમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન શિવાભાઈ લીંબાસીયા પાસે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ છે. રાજકોટના ચંદેશનગરમાં રહેતા શિવાભાઈને ગણેશબાપા પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હિરણ નદીમાંથી 2000 વર્ષ જૂની અલોકિક મૂર્તિ મળી આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન અનેક લોકો નાનામાં નાની મૂર્તિથી લઈ અને મોટી મૂર્તિના દર્શન કરવા માટે આવે છે. આ પ્રાચીન મૂર્તિઓ શિવાભાઈ લીંબાસીયા રાત-દિવસ મહેનત કરીને દેશના ખૂણે ખૂણેથી લઈ આવ્યા છે.


.png)