દક્ષિણ ગુજરાતનું સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 35 વર્ષીય યુવકમાં સુરતની હોસ્પિટલમાં કરાયું

News 16
0
દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ હાર્ટટ્રાન્સપ્લાન્ટ સુરતની મહાવીર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના 35 વર્ષીય યુવાનમાં પુણેના બ્રેનડેડ 28 વર્ષીય યુવાનના હાર્ટનું મુંબઈના ડો.અન્વય મુલેની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ટીમ અને મહાવીર હોસ્પિટલના ડો. જગદીશ મંગેની ટ્રાન્સપ્લાન્ટની ટીમ દ્વારા કરાયું હતું. છોટાઉદેપુરના 35 વર્ષીય યુવકને હાર્ટની તકલીફ હતી અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જરૂરી હતું. 24 ઓગસ્ટે પુણેની હોસ્પિટલમાંથી એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમે હાર્ટ મેળવી સુરત એરપોર્ટ ખાતે ચાર્ટડ ફ્લાઈટ દ્વારા પહોંચ્યું હતું.




ત્યાર બાદ ગ્રીન કોરિડોરથી હાર્ટ મહાવીર કાર્ડિયાક હોસ્પિટલ પહોચ્યું હતુ અનેે ટ્રાન્સપ્લાન્ટ પુર્ણ થયું હતું.હાલ દર્દી હાલ રિકવર થઈ રહ્યો છે. સમગ્ર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ રૂ.25 લાખ થયો હતો. જેમાંથી 9.66 લાખ રૂપીયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાયમાંથી, 8.34 લાખ રૂપીયા જેટલો ખર્ચ હોસ્પિટલ અને દાતાઓ દ્વારા ઉપાડવામાં આવ્યો હતો જ્યારે દર્દીના પરિવારે રૂ.7 લાખનો ખર્ચ ઉપાડ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top