Surat : 1થી 8 સપ્ટેમ્બર સુધી કેબલ બ્રિજને રાત્રે 11થી સવારે 6 સુધી બંધ રખાશે

News 16
0
કેબલ સ્ટેઇડ બ્રિજ પર કેબલ મોનીટરીંગ તથા લાઇટીંગ સીસ્ટમ લગાડવાની કામગીરી ચાલી રહી છે તેથી મહિના સુધી બંધ રહેલા આ બ્રિજના અડાજણ-અઠવા રૂટને ગણેશોત્વને પગલે શરૂ કરી દેવાયો હતો. કેટલીક કામગીરી બાકી હોય બ્રિજને બંધ રાખવો જરૂરી હોય 1થી તારીખ 8 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 કલાકથી સવારે 6 સુધી બંધ કરાશે.




સારોલી બ્રિજ માત્ર ટુવ્હીલરો માટે શરૂ કરાયો
સારોલી બ્રીજ આખરે પખવાડિયા બાદ ફરી શરૂ કરાયો છે પરંતુ માત્ર ટુવિહીલરો જ આવન-જાવન કરી શકશે. રિક્ષા, કાર અને ભારે વાહનો માટે બ્રીજ હજી બધં રહેશે. ભારે વરસાદમાં જર્જરીત બ્રિજનું ધોવાણ થતાં મોટો ભાગ બેસી ગયો હતો. તેથી તાત્કાલિક ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ થી રિપેરીંગ હાથ ધરાતાં વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. ૧૪ દિવસ બાદ બ્રીજ ને ૩૦મી એ મંગળવારથી માત્ર મોટર સાઇકલ માટે જ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જુનો બ્રીજ હાલ રિક્સા , ટેમ્પા, કાર અને મોટા વાહનો માટે જોખમી હોય ભારે વાહનો માટે બંધ રાખવામાં આવ્યો છે. જેથી આ પ્રકારના કોઈ પણ વાહનોએ આ પુલ પર પ્રવેશ પ્રતિબંધ ખાયો છે. આગામી દિવસોમાં બ્રિજના પૂર્ણ રિપેરીંગ બાદ મોટા વાહનો માટે ખુલ્લો મુકાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top