Vyara: લાયબ્રેરી આદિવાસી ગ્રુપ વ્યારા દ્રારા ડાંગ જિલ્લાના નદી કિનારે વસેલા ગામો પુર અસરગ્રસ્તોને અનાજ કીટ આપીને મદદરૂપ બન્યા

0

ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં વિતેલા સમયમાં  ધોધમાર વરસાદ પડવાથી અનેક  નદી કિનારે વસેલા ગામોમાં પાણી ભરાયું હતું. જેના કારણે ઘરોમાં પાણી ભરાયું હતું તેથી ઘણું આર્થિક નુકસાન થયું. ઘર વખરી સામાનને પણ પાણી ભરવાથી નુકસાન થયું હતું. 


લાયબ્રેરી આદિવાસી ગ્રુપ વ્યારા: 

લાયબ્રેરી આદિવાસી ગ્રુપ વ્યારામાં  ઘણા યુવાનો  ગ્રુપમાં જોડાયેલા  છે . જેઑ તાપી જિલ્લામાં અને આજુબાજુ   વિસ્તારોમાં સામાજિક સેવાઑ અને આર્થિક મદદ કરી રહ્યા છે. લોકોને આર્થિક રીતે મદદરૂપ બને  છે.  


ડાંગ જિલ્લાના નદી કિનારે વસેલા ગામો મહાલ, લહાન કસાડ,સાવરદા કમાડ,ઢોંગીઆંબા,મોટી કસાડ,આ પાંચ ગામડાઓમા પુર અસરગ્રસ્ત કારણે ઘણુ નુકશાન થયું હતું. તેથી ગ્રૂપના સભ્યો મદદ માટે આગળ આવ્યા હતા. અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૧૨૦ અનાજ કીટ,કપડાં,જીવન જરૂરિયાત વસ્તુઓ અને આર્થિક સહાય આપીને "લાયબ્રેરી આદિવાસી ગ્રુપ વ્યારા" મદદરૂપ બન્યા હતા. 















ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top