માંડવી:યુવાધનને વ્યસનના રવાડે ચડતાં અટકાવવા માંડવીના વેપારીએ ગુટકા અને સિગારેટ ન વેચવાનો નિર્ધાર કર્યો

0
સમાજમાં આજકાલ દરેક વિસ્તારોમાં યુવાનો જાણે વ્યસનના રવાડે ચડી રહ્યા છે, અને સિગારેટ તથા ગુટખાનું સેવન કરવામાં યુવાધન અટવાઈ રહ્યું છે.આવા સંજોગોમાં દુકાનદારો વયમર્યાદાના પોસ્ટર લગાવીને પણ કમાણીની લાઇનમાં સગીર વયના યુવાનોને પણ નિ:સંકોચ પણે સિગારેટ ગુટખા આપી દેતા હોય છે.



માંડવી ખાઉધર ગલી વિસ્તારના સામાન્ય દુકાનદારે સિગારેટ તથા ગુટખાના વેચાણને તિલાંજલિ આપી યુવાધનને બચાવવા જાણે રામયુગના ખિસકોલી કાર્યનું અનુસરણ કર્યું છે. માંડવીના રહીશ સતિષભાઈ કાયસ્થ જેઓ માંડવી ખાઉઘર ગલીમાં ઠંડા પીણા તથા પરચુરણ વસ્તુઓનું વેચાણ કરે છે .

સાથે ગુટખા અને સિગારેટ પણ વેચી રહ્યા હતા ગુટકા સિગારેટ ખરીદવા આવતા સગીર વયના બાળકોને સમજાવી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જણાવી રવાના કરી દેતા હતા.પરંતુ દિન પ્રતિદિન આવા સગીર તથા યુવા વર્ગની સંખ્યામાં વધારો થતા સતિષભાઈ સતત ચિંતા મગ્ન રહેતા હતા અને યુવાનોની તંદુરસ્તી માટે પોતાનું સામાજિક દાયિત્વ સમજી ગુટખા, સિગારેટના વેચાણ બંધ કરવાનું નિર્ણય લઈ લીધો છે. બસો,પાંચસો રૂપિયાના દરરોજના નફાનો વિચાર કર્યા વિના દેશના ભાવિ નાગરિક એવા યુવાનોની તંદુરસ્તી માટે નફાનું જાણે બલિદાન આપી દેતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

સતિષભાઈ કાયસ્થ સિઝનમાં ફટાકડાઓનું પણ વેચાણ કરતા હોય છે ત્યારે પણ ચાઈનીઝ ફટાકડાઓની કોઈપણ પ્રકારની આઈટમ ન વેચવા પ્રતિજ્ઞા લીધી છે. અને વર્ષોથી આ પ્રતિજ્ઞાનું પાલન કરી પોતાની રાષ્ટ્રભક્તિ પણ બતાવી રહ્યા છે આમ તંદુરસ્ત સમાજના તથા તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ સતિષભાઈની ભાવનાને સૌ બિરદાવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top