તાપી જીલ્લાના મનરેગા યોજનાના કર્મચારીઓ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ૧૧ માસ કરાર આધારીત કર્મચારીઓ તરીકે ૧૦ વર્ષ કરતા વધુ સમયથી ફરજો બજાવીએ રહ્યા છે. “ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠન “ નામનું નવિન સંગઠનની રચના કરેલ છે. જેના ઉદેશ કર્મચારીશ્રીઓના પડતર પશ્નો,વિવિધ માંગણીઓ તથા કર્મચારીઓના જોબ સિક્યોરીટી બાબતે વડી કચેરી તથા વિભાગ અને સરકાર સાથે સંકલન કરીને હાકારાત્મક અભિગમ સાથે કામગીરી કરે છે.
પંચાયત સેવામાં કર્મચારી તરીકે સામાન સંવર્ગમાં સમાવેશ કરવો.મનરેગા યોજનાના કર્મચારીઓના પી.એફનો લાભ આપવો.મનરેગા યોજનાના કર્મચારીઓની ભરતીમાં ફેરફાર કરવો. આઉટસોસિંગ બંદ કરીને નિયમિત ભરતી કરવી. સમયસર સરકાર નિયામનુસાર પગારમાં વધારો કરવો વગેરે મુદા સાથે આવેદનપત્ર કર્મચારીઓ દ્રારા જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કપાડિયા , તાપી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી- નિયામક સાહેબશ્રીઓને અલગ અલગ માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હ્તુ.
.png)



