.jpeg)
તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા પરંપરાગત રીતે પ્રથમ વરસાદ થતાં જ પ્રકૃતિનું જતન કરતાં નાંદુરીયા દેવનું પૂજન અર્ચન વિધી કાટિસકુવાદૂર ગામે 03 જુલાઇ ૨૦૨૨ ના રોજ કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો જોડાયા હતાં અને પરંપરાગત રીતે પુજન વિધી કરવામાં આવી હતી.
પરંપરા: નાંદુરીયા દેવની પૂજા:
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યારે પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.
આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતિ આપી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઇ હાની સામે ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.