ગુજરાતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે એટલે કે 14, જૂલાઇ 2022ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. વલસાડમા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં રજા જાહેર કરાઇ છે.
School Closed: ભારે વરસાદને પગલે આ બે જિલ્લામાં આવતીકાલે સ્કૂલો અને કોલેજોમાં રહેશે રજા
જુલાઈ 13, 2022
0
અન્ય ઍપમાં શેર કરો


.png)