જળગાંવ જિલ્લામાં પોતાના મતવિસ્તારમાં પત્રકારો સાથે વાતચીત કરતા ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે કહ્યું કે શિંદે જૂથ પાર્ટીનું ગૌરવ પાછું લાવશે. પાટિલ ઉદ્ધવ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
Maharashtra Politics: શિવસેનાના એક સાંસદ દ્વારા પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થનની જાહેરાતનો આગ્રહ કરાયા બાદ પાર્ટીના એક બળવાખોર ધારાસભ્યે દાવો કર્યો છે કે 18 સાંસદોમાંથી 12 જલદી એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ જશે.
જળગાંવ જિલ્લામાં પોતાના મતવિસ્તારમાં પત્રકારો સાથે વાતચીત કરતા ધારાસભ્ય ગુલાબરાવ પાટિલે કહ્યું કે શિંદે જૂથ પાર્ટીનું ગૌરવ પાછું લાવશે. પાટિલ ઉદ્ધવ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે અમારી પાસે 55માંથી 40 ધારાસભ્યો છે અને 18માંથી 12 સાંસદો અમારી પાસે આવી રહ્યા છે. તો પછી પાર્ટી કોની થઈ? મે ચાર સાંસદો સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી છે. અમારી સાથે 22 પૂર્વ ધારાસભ્ય પણ છે.
શિવસેનાના લોકસભા સભ્ય રાહુલ શેવાલેએ મંગળવારે ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કર્યો કે તેઓ પાર્ટીના સાંસદોને રાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવા માટે કહે. કારણ કે મુર્મૂ આદિવાસી છે અને સમાજમાં તેમનું મહત્વનું યોગદાન છે. ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથના વિશ્વાસુઓએ પોત પોતાના સમૂહને અસલ શિવસેના હોવાનો દાવો કર્યો છે.
શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે છે. પાટિલે કહ્યું કે તેમણે સત્તા માટે પાર્ટી છોડી નથી. પરંતુ 'સત્તા છોડી છે જ્યારે અમે મંત્રી હતા.' તેમણે કહ્યું કે એક નહીં પરંતુ આઠ મંત્રીઓએ સત્તા છોડી જેનો અર્થ એ છે કે અમે અમારી શિવસેનાને બચાવવા માંગતા હતા.


