CNG PNG Price Hike: અદાણી ગેસ લિમિટેડ (Adani Gas Ltd) એ સીએનજીની ગેસની કિંમતમાં 1.31 રૂપિયાનો વધારો કર્યો છે. તો PNG માં 28 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે. આ વધારો આજથી લાગુ કરાયો છે
અમદાવાદ :વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. અદાણી ગેસ દ્વારા બે મહિના બાદ ફરી એકવાર ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. CNG અને PNG બંનેમાં ભાવવધારો થતા લોકોની પરેશાની વધી ગઈ છે. CNG માં 1.31 રૂપિયા ભાવ વધતા 83.90 રૂપિયા થયો છે. તો PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંકાયો છે. આમ, મોંઘવારીના માર વચ્ચે લોકોને વધુ એક મોટો આંચકો લાગે તેવા આ સમાચાર છે.
અદાણી કંપની દ્વારા ગ્રાહકોના માથા પર વધુ એક બોજો ઝીંકવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. અદાણી CNG 1.31 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંકાયો છે. આમ, અદાણી ગેસ દ્વારા 1.60 MMBTU સ્લેબમાં પણ 10 પોઇન્ટનો ઘટાડો કરી 1.50 MMBTU કરી દેવાયો છે. જેથી PNG નો વપરાશમાં યથાવત રહે તો પણ બિલ હવે ઊંચું આવશે તેવી સ્થિતિ છે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 14.2 કિલો સિલિન્ડરના 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેથી હવે અમદાવાદમાં ગ્રાહકોને LPG સિલિન્ડર માટે 1050 રૂપિયા વધુ ચૂકવવા પડશે. અદાણી ગેસ દ્વારા માત્ર 2 મહિના પછી ફરીથી ભાવ વધારો ઝીંક્કયો છે. જેનો સીધો બોજો ગ્રાહકોના બિલ પર પડશે, તેથી હવે વધુ બિલ ચૂકવવા તૈયાર રહેજો.
CNGમાં 1.31 રૂપિયાનો વધારો કરાયો
CNG માટે 83.90 રૂપિયા ચૂકવવા પડશે
PNGમાં 28 રૂપિયાનો ભાવવધારો કરાયો
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. માનવામાં આવી રહ્યુ છે કે, પેટ્રોલ તેમજ ડીઝલ પર જલ્દી જ મોંઘવારીનો માર પડવાનો છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજી અને પીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.


