પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે.
Bhagwant Maan marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરુવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે.
અત્રે જણાવવાનું કે સીએમ ભગવંત માનના 6 વર્ષ પહેલા છૂટાછેડા થયેલા છે. તેમની પહેલી પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે. બંને બાળકો તેમના પિતાના શપથગ્રહણ સમારોહમાં પણ સામેલ થયા હતા. તેમના માતાની ઈચ્છા હતી કે મુખ્યમંત્રી ભગવંત માન ફરીથી ઘર વસાવે. માતા અને બહેને જાતે જ છોકરીની પસંદગી કરી છે.
સીએમ ભગવંત માન ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન તેમના ઘરે એક નાના ખાનગી સમારોહમાં થશે. લગ્નમાં પરિવારના સભ્યો જ હાજરી આપશે. જો કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પોતે બંનેને આશીવાર્દ આપવા સમારોહમાં સામેલ થશે.

