ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીનો ધૂધવાટા કરતો અને પાણીના ધસમસતા પ્રવાહ

0

ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીએ રોદ્ર સ્વરૂપધારણ કર્યું છે. હાલ તાપી નદી ઓવરફ્લો થઈ ગઈ હોય એમ કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા છે. ત્યારે તાપી નદી બે કાંઠે થતા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જ્યારે તાપી નદીના કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની નજીવી અસર દેખાવાની શરૂ થઈ છે.


ઉકાઈ ડેમ રૂલ લેવલને પાર કરી ગયો.

ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 2.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.38 પર પહોંચી ગઈ છે. જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા 1.99 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીની સપાટી સુરતના કોઝવે પર 9.46 મીટર પર પહોંચી ગઈ છે.



તંત્ર દ્વારા તૈયારીઓ

તંત્ર દ્વારા કામગીરીને અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ફ્લડગેટ બંધ કરાતા ડી વોટરીંગ માટે પંપ ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી થોડા ઘણા વરસાદના પાણીમાં આ પંપ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો ભારે વરસાદ પડે તો તંત્ર દ્વારા ઉકાઈમાંથી પણ ક્રમશઃ પાણી છોડવાનું ઘટાડી દેવામાં આવી શકે છે. જોકે હાલ વરસાદ ન હોવાથી તંત્ર દ્વારા ઉકાઈમાંથી પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top