સિંગર મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ 3 શાર્પશૂટરને પંજાબ પોલીસે ઘેરી લીધા છે. અટારી બોર્ડરથી 10 કિમી દૂર હોશિયારનગરમાં 5 કલાક એન્કાઉન્ટર ચાલ્યું હતું. એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટરને ઠાર કરવામાં આવ્યા છે. બે શાર્પશૂટર જગરૂપ રૂપા અને મનપ્રીત મન્નુને પોલીસે ઠાર કરી દીધા છે.અટારીના ધારાસભ્ય જસવિંદર રામદાસે પણ દાવો કર્યો છે કે, એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટર્સ ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં 3 પોલીસ પણ ઘાયલ થયા છે.
ઘેરવામાં આવેલા 4માંથી 2 ગેંગસ્ટરની ઓળખ થઈ શકી નથી
3માંથી 2 ગેંગસ્ટર્સનાં નામ મનપ્રીત મન્નુ અને જગરૂપ રૂપા છે. જ્યારે બાકીના બે ગેંગસ્ટરની ઓળખ હજી થઈ શકી નથી. આ દરેક લોકો પાકિસ્તાન ભાગવાના હતા એવી શંકા છે, તેથી જ તેઓ બોર્ડર પાસે રોકાયા હતા. વિસ્તારના SHO સુખબીર સિંહે કહ્યું હતું કે હજી અથડામણ ચાલી રહી છે.
એન્કાઉન્ટર અમૃતસરમાં અટારી બોર્ડર પાસે હથિયારનગરમાં ચાલી રહ્યું છે. આખા રાજ્યથી પંજાબ પોલીસના જવાનોને બોલાવીને શાર્પશૂટર્સને ઘેરી લેવામાં આવ્યા છે. આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સીમાથી 10 કિમી જ દૂર છે. શાર્પશૂટર એક રૂમમાં છુપાઈને પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે.
2 કિમીનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો
એન્ટી ગેંગસ્ટર ટાસ્કફોર્સ, સ્પેશિયલ ઓપરેશન સેલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ યુનિટ સિવાય અમૃતસર પોલીસે 2 કિલોમીટર સુધીનો વિસ્તાર સીલ કરી દીધો છે. પોલીસના બેસ્ટ શૂટર અને ક્વિક રિએક્શન ટીમ ઘટનાસ્થળે હાજર છે.
પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્કફોર્સ (AGTF), સ્પેશિયલ ઓપરેશન સેલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ યુનિટ (OCCU) સિવાય અમૃતસર પોલીસની ટીમે પણ તેમને ઘેર્યા છે. પહેલા શાર્પશૂટરને સરન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ફાયરિંગ શરૂ કર્યું. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલાં હથિયાર હજી પણ તેમની પાસે જ છે. એનાથી જ તેઓ પોલીસ પર ફાયરિંગ કરી રહ્યા છે. પોલીસે ગુરુદ્વારા સાહિબથી એનાઉન્સમેન્ટ કરીને લોકોને ઘરની બહાર ના નીકળવાની ભલામણ કરી છે.
પંજાબમાં જ હતા બંને હત્યારા
પોલીસને જાણવા મળ્યું હતું કે સિંગર સિદ્ધુ મસેવાલાને ગોળી મારનાર શાર્પશૂટર મનપ્રીત કસ્સા એટલે કે મન્નુ અને જગરૂપ રૂપા હત્યા પછી પણ પંજાબમાં જ હાજર હતા. સમાલસર શહેરમાંથી 21 જૂને મળેલા CCTV ફૂટેજમાં બંને એક ચોરીની બાઈક પર દેખાયા હતા. બંને શૂટર્સ તરનતારન તરફ જતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જૂનના અંત સુધીમાં તેઓ તરનતારનના એક ગામમાં છુપાયેલા હતા. રૂપા આ જ વિસ્તારમાં રહે છે. અહીં એક ગેંગસ્ટરે તેમને પોતાના ફાર્મ હાઉસમાં છુપાવવા માટે જગ્યા આપી હતી. તેમની સાથે ગેંગસ્ટર રૈયા પણ હાજર હતો.
મૂસેવાલાની હત્યા 29 મેના રોજ થઈ હતી. નવા ફૂટેજથી ઘટનાના 24 દિવસ પછી 21 મેના રોજ બંને શૂટર્સ પંજાબમાં જ હતા એ સાબિત થઈ ગયું છે. CCTV ફૂટેજ સામે આવ્યા પછી પંજાબ પોલીસ સામે પણ સવાલ ઊભા થયા છે. પંજાબ પોલીસે હત્યારાઓને પકડવા માટે સ્પેશિયલ ટીમ બનાવવા અને ઝડપથી તપાસ કરવાનો દાવો કર્યો હતો.
મન્નુ લોરેન્સનો ખાસ હતો, પહેલી ગોળી તેણે જ મારી હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે, મનપ્રી મન્નુ ગેંગસ્ટર લોરેન્સનો ખાસ હતો. તેની પાસે AK-47 હતી અને તેણે જ મૂસેવાલાને પહેલી ગોળી મારી હતી. ગેંગસ્ટર ગોલ્ડી બરાડે કહ્યું હતું કે પહેલી ગોળી મન્નુએ જ મારી હતી. મર્ડરમાં ઉપયોગમાં લેવામાં આવેલી રાઈફલ મન્નુ અને રૂપા પાસે જ હોવાની શક્યતા છે. અત્યારસુધી દિલ્હી અને પંજાબ પોલીસ તે બંને સુધી પહોંચી શકી નથી. પોલીસનો દાવો છે કે તાજેતરમાં મળેલા CCTV ફૂટેજથી બંને વિશે ઘણી માહિતી મળી છે.


.png)