ઉકાઈ: ઉપરવાસમાં પાણીની આવકથી ઉકાઈડેમની સપાટીમાં સતત વધારો 13 બારીઓ ખોલી આઉટ ફલો 1,90,000 કરાયો,

0
ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીએ રોદ્ર સ્વરૂપધારણ કર્યું છે. હાલ તાપી નદી ઓવરફ્લો થઈ ગઈ હોય એમ કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા છે. ત્યારે તાપી નદી બે કાંઠે થતા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જ્યારે તાપી નદીના કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની નજીવી અસર દેખાવાની શરૂ થઈ છે.


ઉકાઈ ડેમ રૂલ લેવલને પાર કરી ગયો

ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 2.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.38 પર પહોંચી ગઈ છે. જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા 1.99 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદીની સપાટી સુરતના કોઝવે પર 9.46 મીટર પર પહોંચી ગઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top