પલસાણા:પાણી ભરાવાના કારણે માખીગા ગામેથી રસ્તો બંધ કરાયો,નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાહનોના પૈડાં થભી ગયા.

0

સુરત જિલ્લામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર માખીગા ગામથી વાહન વ્યવહાર બંધ કરાયો. નવસારી તેમજ વલસાડ જિલ્લામાં હાઇવે પર વરસાદી પાણીને લીધે વાહન વ્યવહાર થંભી ગયો. સતત ૪ કલાકથી વાહન ચાલકો અટવાયા. સાવચેતીના ભાગરૂપે પોલિસ વડા, ઉચ્ચ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી માખીગા ગામેથી પરત ફરતા ટ્રક ચાલકો હાઇવેની બાજુમાં લાઈનો લગાવીને બેસી ગયા. માખીગા ગામેથી ૧૫ કિ.મી. લાંબી લાઈનો લાગી ગઈ. કોઈ જાનહાનિ ન થાય તે માટે વાહનોના પૈડાં થભાવી દેવામાં આવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top