NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં ધારાસભ્યોની એક બેઠક મળશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને 16 થી 18 જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.


NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ 17 જુલાઈના રોજ ગુજરાતના મહેમાન બનવાના છે. તેઓ એક દિવસના પ્રવાસે ગાંધીનગરમાં આવશે. NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ 17 જુલાઈએ ગાંધીનગર આવવાના છે, તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દ્રૌપદી મુર્મુ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં ધારાસભ્યોની એક બેઠક મળશે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને 16 થી 18 જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. દ્રૌપદી મુર્મુ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં 17 જુલાઈના રોજ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. જેના ભાગરૂપે 18 જુલાઈએ ભાજપના ધારાસભ્ય દળની એક બેઠક મળશે. આ સિવાય ભાજપના તમામ ધારાસભ્યોને 16થી 18 જુલાઈ ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

કોણ છે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ?
રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે 20થી વધુ નામ હતા. પરંતુ તેમાંથી દ્રૌપદી મુર્મૂ એનડીએના ઉમેદવાર બશે. દ્રૌપદી મુર્મૂના સફર વિશે વાત કરીએ તો તેમણે ઓડિશાના પાર્ષદ બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી.

20 જૂન 1958ના જન્મેલા દ્રૌપદી મુર્મૂ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળ ગઠબંધન સરકાર દરમિયાન 2000-2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભાર અને 6 ઓગસ્ટ 2002થી મે સુધી મત્સ્ય પાલન અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા. તેઓ વર્ષ 2000થી 2004માં ઓડિશાના પૂર્વ મંત્રી અને રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા. તો રાજ્યપાલ પદે પહોંચનારા ઓડિશાના પ્રથમ મહિલા અને આદિવાસી નેતા રહ્યાં છે. તો ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ સિવાય તે ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top