ડોલવણ તાલુકાના પલાસિયા ગામે ખેતરમાં બનેલી ઘટના
પતિને બચાવવા જતાં પત્નીને પણ ઝટકો લાગતા એ પણ ફેંકાયા
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પલાસિયા ગામમાં એક ખેડૂત ખેતરમાં ખેતીકામ કરતી વેળાએ ડાંગરમાં કાદવ પાડવા માટે મોટરનુ પાણી ચાલુ કરવા જતાં વાયર પર અચાનક વિજકરંટ લાગતાં ખેડૂતનામોત નિપજ્યું હતું. ઘટનાને પગલે તેમના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના પલાસીયા ગામના વચલા ફળિયામાં અંબુભાઈ પરસોત્તમ ભાઈ ગામીત ઉ.આ. 39 એમનાં પરિવાર સાથે રહે છે અને ખેતી કરીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે. અંબુ ભાઈ ગામીત આજે બપોરે બાર વાગ્યેના સમયે પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરવા માટે કાદવ પાડવા માટે મોટરનુ પાણી ચાલુ કરવા માટે ગયા હતા અને તે સમયે એમની પત્ની અનસુયા બેન પણ સાથે જ કામ કરી રહ્યા હતા.
મોટરનો કેબલ વાયર પડી જતાં જ હાથથી ઉંચકીને પાળ પર મુકવા જતાં વિજકરંટ ઉત્પન્ન થયો હતો અને જોરથી ફેંકાઈ ગયા હતા અંબુભાઈને બચાવવા માટે એમની પત્ની અનસુયાબેન પહોંચી ગયા હતા જોકે એમને પણ વિજકરંટની ફેંકાય ગયા હતા. આ ખેતર નજીકથી મજુરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવવા માટે પ્રયત્ન કયૉ હતા અને 108 સારવાર અર્થે ગડત ગામે ખસેડવામાં આવ્યા હતા પરંતુ અંબુ ભાઈનું મોત નીપજયું હતું ડોલવણ પોલીસે અકસ્માત મોત નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


